ગાંધીધામ મનપાના ઇતિહાસમાં નવો અધ્યાય પ્રથમ મેયર - ડે.મેયર સહીતના પદો પર નિમણૂકો
ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણતાના આરે આજે આવી પહોચી હતી. ભાજપ મોવડીમંડળ દ્વારા આજે મહત્વના હોદ્દેદારોના નામો પર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે.પક્ષ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આગામી કાર્યકાળ માટે પ્રમુખ પદે દિવ્યાબેન નાથાણી, ઉપપ્રમુખપદે નવીનભાઈ ઝરૂ,સ્ટેન્ડિંગ કૉમિટ્ટિ ચેરમેન તેજસભાઈ શેઠ,સત્તા પક્ષના નેતા ભરતભાઈ વિરાણી,દંડક સુરેશભાઈ ધુવાની વરણી કરવામા આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં અઢી વર્ષની નવી ટર્મ માટે પ્રમુખપદ અને અન્ય મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરવા માટે સઘન મંથન બાદ સર્વાનુમત્તે આ નામો નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં મુખ્ય હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે વિવિધ કમિટીઓના ચેરમેન પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત બાદ માકરવામાં આવશે.આજ રોજ સવારે સૌ પ્રથમ ફલજીભાઈ ચૌધરી દ્વારા કમિટીના ૧ર સભ્યોના નામોની જાહેરાત કરવામા આવી હતી તે બાદ
મેયર-ડે . મેયર સહિતન ાપાંચ મહત્વપૂર્ણ હોદેદારોના નામોની જાહેરાત કરવામા આવી છે જેને સોએ હરખભેર વધાવી લીધા છે.
.......................
ગાંધીધામ મનપાના સ્ટેન્ડીંગ કમિટીના ૧ર સભ્યોની જાહેરાત
ગાંધીધામઃ આજ રોજ મનપામાં યોજાયેલી સામાન્ય સભામાં સ્ટેન્ડીગ કમિટીના બાર સભ્યોના નામોની જાહેરાત કરવામા આવી છે.
• તેજસભાઈ શેઠ • વિક્રમભાઈ મુલચંદાણી • વિજયભાઈ પરમાર • કેશાભાઈ પરમાર • મહેશભા ગઢવી • મીનુબેન ગોયલ • સતીબેન મયાત્રા • હસતાબેન સથવારા • દીપિકાબેન નાયક • પ્રીતિબેન ગોસ્વામી • શિલ્પાબેન પટેલ • વિલેશબેન શર્મા
...........
ગાંધીધામમાં આજે “સોના નો સુરજ” ઉગ્યો : ફલજીભાઈ ચૌધરી
અડવાણીજી સાથે લાગણીસભર રીતે જોડાયેલું આદિપુર અને ગાંધીધામની ધરતી પર કમળ ખીલવું સ્વાભાવિક : ગાંધીધામ સિંધી સમાજનું સૌથી મોટું કેન્દ્ર હોવાથી અહીંના પ્રથમ મહિલા મેયર તરીકે સિંધી પરિવારની દિવ્યાબેનને જવાબદારી સોંપવામાં આવવી એ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત : ફલજીભાઈ
ગાંધીધામ : ગાંધીધામ મહા નગરપાલિકામાં ભાજપને મળેલી ભવ્ય બહુમતી અને નવા હોદ્દેદારોની વરણી બાદ ભાજપના અગ્રણી ફલજીભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓ અને શહેરની પ્રજાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે ગાંધીધામમાં “સોના નો સુરજ” ઉગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મંત્રને સાકાર કરવા માટે કાર્યકર્તાઓએ દિવસ-રાત મહેનત કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે પ્રજાએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે ગાંધીધામની જાગૃત પ્રજાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપીને વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. ભારતીય જનસંઘના સમયથી શરૂ થયેલી વિચારધારા આજે ભાજપના મજબૂત વટવૃક્ષ સુધી પહોંચી છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવી દિગ્ગજ જોડીના સંસ્કાર અને સંગઠન શક્તિના કારણે દેશભરમાં ભાજપ મજબૂત બન્યો છે. ફલજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અડવાણીજી સાથે લાગણીસભર રીતે જોડાયેલું આદિપુર અને ગાંધીધામની ધરતી પર કમળ ખીલવું સ્વાભાવિક છે. ગાંધીધામ સિંધી સમાજનું સૌથી મોટું કેન્દ્ર હોવાથી અહીંના પ્રથમ મહિલા મેયર તરીકે સિંધી પરિવારની દિવ્યાબેનને જવાબદારી સોંપવામાં આવવી એ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દિવ્યાબેનના નેતૃત્વમાં ગાંધીધામ શહેર વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે અને સામાન્ય જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં સફળ રહેશે. અંતમાં તેમણે શહેરની પ્રજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યકર્તાઓને વધુ સમર્પણ સાથે જનસેવામાં જોડાવા આહ્વાન કર્યું હતું.
........
ગાંધીધામ મનપામાં કેવો ઐતિહાસિક પ્રેરક સંયોગ સર્જાયો..!
એક સાધારણ ચા વાળામાંથી મોદીજીએ ર૬મી મેના ર૦૧૪ના રોજ દેશના પીએમ પદે પ્રથમ વખત લીધા હતા શપથ.! : આજે ગાંધીધામ મનપામાં પણ એક સોડા વિક્રેતાના ધર્મપત્ની દિવ્યાબેન નાથાણી ર૬મી મેના રોજ જ બન્યા છે પ્રથમ મહિલા મેયર
૨૬ મેની તારીખ માત્ર એક તારીખ નથી, પરંતુ તે દેશ અને શહેર માટે ‘સામાન્ય માણસના વિજય’નું પ્રતિક બની ગઈ
ગાંધીધામ : આજે ૨૬ મે, ૨૦૨૬ ના રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. જ્યારે ગાંધીધામને તેના પ્રથમ મહિલા મેયર તરીકે દિવ્યાબેન નાથાણીનું નેતૃત્વ મળ્યું છે. આ પ્રસંગે એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ જોવા મળ્યો છે, જે સમગ્ર ગાંધીધામ - દેશ માટે ચર્ચાનો વિષય બન્યો છે.આ તારીખ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક અતૂટ અને ઐતિહાસિક સંબંધ જોડાયેલો છે. ૨૬ મે, ૨૦૧૪ ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી દેશની ધુરા સંભાળી હતી. એક સામાન્ય ચા વેચનાર તરીકેની
પોતાની ઓળખ સાથે દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચેલા લોકનાયક નરેન્દ્રભાઈ મોદીની તે ઐતિહાસિક શપથવિધિની વર્ષગાંઠના દિવસે જ, ગાંધીધામ મહાનગરપાલિકામાં પણ પ્રથમ મહિલા મેયર તરીકે દિવ્યાબેન નાથાણી નિયુક્ત થયા છે.૨૬ મેની તારીખ માત્ર એક તારીખ નથી, પરંતુ તે દેશ અને શહેર માટે ‘સામાન્ય માણસના વિજય’નું પ્રતિક બની ગઈ છે. એક તરફ દેશના વડાપ્રધાન જેઓ આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે દેશને પ્રગતિના પથ પર લઈ જઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધીધામના પ્રથમ મહિલા મેયર દિવ્યાબેન નાથાણીનું આગમન શહેરના વિકાસ અને નવી આશાઓના નવા યુગનો પ્રારંભ કરાવશે.આ ઐતિહાસિક દિવસે ગાંધીધામના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ આ અનોખા સંયોગને આવકારી રહ્યા છે.
........

Comments