Trending News
ક્રાઈમ

ભચાઉમાં યુવતીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરનાર આરોપી સામે ગુનો નોંધાયો

26 May



ગાંધીધામ - કચ્છ ઉદય : ભચાઉ પોલીસ સ્ટેશનમાં પશ્ચિમ બંગાળના ગંગારામપુર વિસ્તારમાં રહેતી એક યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મ, ધમકી અને બ્લેકમેઇલિંગ અંગે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદી યુવતી ભચાઉ ખાતે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, તે દરમિયાન તેની ઓળખ ગંગારામપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થઈ હતી. ઓળખાણ બાદ આરોપીએ યુવતી સાથે નજીકતા વધારી હતી અને ત્યારબાદ તેની કેટલીક ખાનગી તસવીરો તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ યુવતી પાસેથી સોનાના દાગીના તેમજ આશરે રૂપિયા ૧.૭૦ લાખ જેટલી રકમ પણ કબજે કરી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભચાઉ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


 

Comments

COMMENT / REPLY FROM