Trending News
સ્થાનિક સમાચાર

રોટરી ક્લબ ઓફ માધાપર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો 

25 May



માધાપર - કચ્છઉદય : ભુજના પરા સમાન માધાપર ખાતે અહીંની રોટરી ક્લબ દ્વારા માધાપરના પીએચસી સેન્ટર ખાતે સ્વ. હસમુખલાલ નથુલાલ ઠક્કરની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કુલ ૫૫ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયેલ હતું. આ રક્તદાન કેમ્પમાં રોટરી ક્લબ ઓફ માધાપરના પ્રમુખ રાજેશભાઈ ઠક્કરે અને મંત્રી મનોજભાઈ હંસોરાએ સર્વે મહાનુભાવોને આવકારેલ હતા.
કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ આહીર, ભુજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કુલદીપ સિંહ ચૌહાણ, ભુજ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા ભરતભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય વિનોદભાઈ પિંડોરિયા, નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઈ આહિર, વર્ધમાન નગરના સરપંચ રોનિતભાઈ શાહ, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા પારૂલબેન કારા, ડો. રોહિતભાઈ ગોહિલ, દાતા પરિવારના હાર્દિકભાઈ ઠક્કર, સામાજિક આગેવાનો દાદુભા ચૌહાણ, દિલીપભાઈ ભિંડે, મનોજભાઈ ઠક્કર, ફતેહદાનભાઇ ગઢવી, શક્તિસિંહ જાડેજા, કલુભા વાઘેલા, નરેશભાઈ ગઢવી, કિરણભાઈ ઠક્કર, નારણભાઈ મહેશ્વરી, મુકેશભાઈ સંઘવી, જિનેશભાઈ શેઠ, દિનેશભાઇ એસ. ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આઈડીબીઆઈ બેેંક દ્વારા સર્વે રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.  આઈડીબીઆઈ બેંક મુન્દ્રાના મેનેજર ચંદ્રશેખર જાડેજા, મોહનીશ આસનાની અને અનિલ પંચવાલ ખાસ ઉપસ્થિત રહી સર્વે રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરેલ હતા.આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા હિતેશભાઈ ખંડોર, રમેશભાઈ આહીર, કુલદીપસિંહ ચૌહાણ, પારૂલબેન કારા એ રોટરી ક્લબ ના આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવેલ હતા.  જીવન જ્યોત બ્લડ બેંકે બ્લડ કલેક્શન માટેની સેવા આપી હતી. પીએચસી સેન્ટર માધાપરનો સહયોગ મળ્યો હતો.
રક્તદાન કેમ્પના આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ રાજેશ ઠક્કર, મંત્રી મનોજ હંસોરા, ચંદ્રશેખરસિંહ જાડેજા, કલ્પેશભાઈ યાદવ, ડૉ.જીતુભાઈ ભાનુશાલી, પૂર્વેશ વ્યાસ, હાર્દિક ઠક્કર, મિતુલ વેદાંત, નિલેશ ઠક્કર, વિપુલ ભીંડે, અનિલભાઈ પટેલ, માધવ ટાંક, અમિત ઠક્કર, સંજય વિડજા, જીગર ઠક્કર વગેરે સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી. આભારવિધિ ભરતભાઈ રાઠોડ અને સંચાલન કેતનભાઈ શાહે કર્યું હતું.
------------

Comments

COMMENT / REPLY FROM