Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રમત જગત

ભુજમાં રંગ જમાવતી સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

25 May



ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૪ના ૨૧માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને ૧૯માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી હતી. કચ્છ સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦ થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે.
આ સાથે ૨૧મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “અકરમ ઇલેવન” અને ”સુપર કિંગ ઇલેવન દાદોર” વચ્ચે રમાઇ હતી, જેમાં “અકરમ ઇલેવન” ની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ “નોતીયાર ઇલેવન ભુજ” અને “મારૂ ઇલેવન ગાંધીધામ” વચ્ચે રમાઇ હતી, જેમાં નોતીયાર ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “ઇલિયાસ ગુરુ ઇલેવન” અને “આશાવીર ઇલેવન ભેરૈયા” વચ્ચે રમાઇ હતી, જેમાં “આશાવીર ઇલેવન ભેરૈયા” ની જીત થઈ હતી. ચોથી મેચ “રોયલ એ ઇલેવન” અને “આરટીઓ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં “રોયલ એ ઇલેવન” ની જીત થઈ હતી. પાંચમી મેચ “રબારી ઇલેવન કોડકી” અને “શિવશક્તિ ઇલેવન સલાયા” વચ્ચે રમાઇ હતી, જેમાં “શિવ શક્તિ ઇલેવન સલાયાની ટીમ વિજેતા થઈ હતી. છઠ્ઠી મેચ શાહા ઇલેવન રતનાલ અને ફેન્સ ઇલેવન ઝુરા વચ્ચે રમાઈ હતી, જેમાં ફેન્સ ઇલેવન ઝુરાની ટીમ વિજેતા થઈ હતી. 
કચ્છ લોકસભા ઓપન ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુુર્નામેન્ટ સિઝન-૪માં ૨૧માં દિવસની આ મેચમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી તથા ટોસ વિધિ સાથે મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સર્વે ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે. 
-----------

Comments

COMMENT / REPLY FROM