Trending News
સ્થાનિક સમાચાર

એમઆરપી અંગે કડક કાયદાની માંગ સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની કચ્છ કલેક્ટરને રજૂઆત

25 May


ગ્રાહકો સાથે થતી છેતરપીંડી રોકવા મહત્તમ છૂટક કિંમતની છપાઈ માટે સ્પષ્ટ નીતિ-નિયમો ઘડવાની માંગ

ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા મહત્તમ છૂટક કિંમતની છપાઈ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ નીતિ-નિયમો અને કાયદો ઘડવાની માંગ સાથે કચ્છ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રાહક પંચાયત છેલ્લા ૫૩ વર્ષોથી દેશના વિવિધ રાજ્યોના ૪૦૦થી વધુ જિલ્લાઓમાં બિનરાજકીય સ્વયંસેવી સંગઠન તરીકે કાર્યરત છે. સંસ્થા ગ્રાહક જાગૃતિ, ગ્રાહક પ્રશિક્ષણ તથા ગ્રાહક સમસ્યાઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન આપતી આવી છે. રજૂઆતમાં જણાવાયું હતું કે હાલમાં ભારતમાં વસ્તુઓ અને સેવાઓ પર મહત્તમ છૂટક કિંમત છાપવા બાબતે કોઈ સ્પષ્ટ નીતિ-નિયમો કે કાયદાકીય જોગવાઈઓ ન હોવાથી ગ્રાહકો સાથે અનેક પ્રકારની છેતરપીંડી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહક પંચાયતે રાષ્ટ્રીય સ્તરે એમઆરપી છાપવાની પ્રક્રિયા માટે કડક નીતિ અને કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. સાથે જ ગ્રાહક હિતને ધ્યાનમાં રાખી સંભવિત ઉપાયો અને સૂચનો સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું અને તેને સંબંધિત મંત્રાલય સુધી પહોંચાડવા માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયોજક તખતસિંહ બી. સોઢા તથા સંયોજિકા રસિલાબેન ડી. પંડયા સાથે જાગૃત નાગરિકો તરીકે અલ્પેશભાઈ જાની તેમજ પ્રેમભાઈ ગુપ્તા જોડાયેલ હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM