Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા કેપ્ટાગોન ડ્રગ્સકાંડ : બંટી-લાકડાના બની બેઠેલ ઠગ આગેવાન આણી ત્રિપુટીમાં પડયા ઉભા ફાડા.!

25 May

કસ્ટમના ઉચ્ચ અધિકારીઓએ ત્રણેયને મોકલ્યું તેડું




ડ્રગ્સકાંડના ધંધાઓને અંજામ આપી રહ્યા છો, અને અમને કોઈને જાણ પણ નથી કરી? કસ્ટમના ટોચના અધિકારીએ લાકડાના બની બેઠેલા ઠગ આગેવાનના પાછલા બે દીવસથી લીધા છે બરાબરના કડક રીમાન્ડ-પુછાણા : લાકડાના બની બેઠેલા વેપારી અને રાજુએ આખેઆખા પ્રકરણનું ઠીકરું આદિપુરના બંટી પર જ ફોડયાની ચર્ચા : કસ્ટમ સમક્ષ લુલો બચાવ કરી અને કહી દીધુ કે, અમને કંઈ જ ખબર નથી, અમે બંટીને ફ્રી હેન્ડ આપ્યો હતો, તેનો તેણે ગેરલાભ લઈ લીધો લાગે છે..? : તો વળી બંટી મુંબઈ-દિલ્હીમાં ઉતરી ગયો ભુૃગર્ભમાં 

કસ્ટમના ઉચ્ચ અધિકારીએ રાજુને તેડું મોકલ્યું તો રાજુ અમદાવાદમાં થઈ ગયો છે આગોપાછો, પાંચ દિવસ સુધી રજુ થવા તૈયાર જ ન હોવાની જામી છે ચર્ચા

પૂર્વ જીએસટી ઉચ્ચ અધિકારીના નામની શુંઠ ખાઈને ખોખારા ખાનારાઓ ચેતજો : મોટાપેટવાળા પૂર્વ જીએસટી ઉચ્ચ અધિકારી રીટાયર્ડ થયા બાદ સુરતને હેડકવાર્ટર બનાવીને ગાંધીધામ-મુંદરા-કંડલામાં કસ્ટમના અધિકારીઓના વહીવટદારની ભુમિકા ભજવે છે, આ ત્રિપુટી પણ આ જ પૂર્વ જીએસટી ઉચ્ચ અધિકારીના ભરોસે સોપારી-એમએચઓ-અને હવે કેપ્ટાગ્રોન ડ્રગ્સ ઠાલવવા ગયા પરંતુ હવે ધોળા દીવસે તારા જોવાનો આવી ગયો છે સમય.!


લાકડાનો બની બેઠેલો ઠગ આગેવાન કેટલો બહુરૂપીયો છે..જુઓ તો ખરા..? રામનામ જપના-પરાયા માલ અપના વાળી પાછલા અમુક સમયથી કરતો હતો રીતીનીતી : દિવસે રામ-નામના ખુદ પણ જાપ કરતો તો અને અન્યોને પણ કરાવતો હતો, દીવસે સુંદરકાંડના પાઠ અને ઢળતી સાંજે સોપારી-એમએચઓ-ડ્રગ્સકાંડને અંજામ આપવા ચિતરાયેલો ઠગભગત લાકડાનો બની બેઠેલ આગેવાન કોણ?


ગાંધીધામ : નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ તાજેતરમાં જ સીરીયાથી લઈ અને દિલ્હી-દહેરાદુન-વાયા કચ્છ-મુંદરાથી થઈને વકરેલા એક મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ પ્રકરણમાં એનસીબી જેવી એજન્સી ત્રાટકી છે એ જ તેની ગંભીરતા કહી જાય તેમ છે. તપાસ આગળ ધપી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ થવા પામી રહ્યા છે.
એનસીબીએ જથ્થો પકડવા ઉપરાંત, સીરીયનના એક શખ્સ, એક બારોઈના શખ્સને ઉઠાવી લીધો છે અને આ કડીમાં દહેરાદુનમાં બોગસ લેબનો પણ પર્દાફાશ કરી દીધો છે. તે વચ્ચે જ સ્થાનિકે ઉઠેલી ચર્ચાઓ અનુસાર આ આખાય કાંડમાં આદિપુરના બંટી, લાકડાના એક બની બઠેલા ઠગ આગેવાન અને રાજુ નામની ત્રિપુટી ભારે ચર્ચામા આવી જવા પામી છે. આ ત્રિપુટીની સંડોવણી સલગ્ન આંખ ઉઘાડનારો અહેવાલ એજન્સીઓને તપાસમાં મદદરૂપ થઈ શકે તેવા ઉદેશ્ય સાથે આ જ પ્લેટફોર્મ પરથી ઉજાગર થવા પામતા હવે આ ત્રિપુટીને લઈને મોટા સમાચાર સામે આવવા પામી રહ્યા છે. વાત સહેજ વિગતે કરીએ તો ડીઝલ-એમએચઓના નામે અગાઉ પણ પાછલા થોડા સમયથી બહુચર્ચિત બનેલી આ ત્રિપુટી ગેંગ એજન્સીઓ-અધિકારીઓની સાથે સેટીગ અને વહીવટથી કરતી હોવાથી બધાયના ધ્યાને જ રહેલી છે પરંતુ ઓ એજન્સીઓ પાસે એટલી જ વાત સીમીત હતી કે આ ત્રિપુટી એમએચઓની આડમાં ડીજલ દાણચોરીનું કામ કરી રહ્યા છે પરંતુ ડ્રગ્સકાંડમાં પણ આ ત્રિપુટીજ પડદા પાછળ રહેલી હોવાનુ ધ્યાને આવતા આ ત્રણેયને કસ્ટમના ઉચ્ચ અધિકારીએ તેડુ મોકલી દીધુ અને કડક પુછાણાઓ લેવાનુ શરૂ કરી દીધુ હોવાને સામે આવી રહ્યુ છે. આ પ્રકરણમાં ત્રિપુટીનું નામ ઉછળીને સામે આવતા હવે આ ત્રણેયમાં ઉભા ફાડા પડયા હોય તેવી પણ ચર્ચા સામે આવવા પામી રહી છે. બંટી તો આ પ્રકરણ બાદ દિલ્હી-મુંબઈ તરફ ભુર્ગભમાં ઉતરી જવા પામ્યો છે. રાજુ અમદાવાદ જઈને શરણું મેળવીને બેસી ગયો છે. વધ્યો લાકડાનો બની બેઠેલ ઠગ આગેવાન. તે પાછલા બે દીવસથી કસ્ટમના અધિકારીઓ સમક્ષ બોલાવાઈ રહ્યો છે અને તેના કડકમા કડક રાહે રીમાન્ડ મેળવાઈ રહ્યા છે. ત્યારે વિગતો સામે આવી છે કે, આ લાકડાનો વેપારી લુલો બચાવ કરી રહ્યો છે કે, અમે તો બંટીને કહ્યુ હતુ કે, તારે કરવુ હોય તે કર, અમને તેનાથી કોઈ લેવા દેવા નથી. પરંતુ બંટી પર વધુ પડતો રાખેલો ભરાસો આજે તેમને આ કેપ્ટાગોન ડ્રગ્સ પ્રકરણ સુધી તાણી લાવ્યો હોવાના રોદડા જ રડી રહ્યો છે. લાકડાનો બની બઠેલ ઠગ આગેવાન, રાજુ બન્ને ભેગા થઈ અને આખાય કાંડનું ઠીકરું હવે બંટીના માથે ફોડવા મથી રહ્યા હોય અને પોતે સેટીંગ કરી અને તેમાથી સેફ નીકળી જવાની ગોઠવણોમાં હોવાનુ ચર્ચાય છે. લાકડાનો બની બેઠલ ઠગ આગેવાન, રાજુ અને બંટી ત્રણેયની સ્થિતી હવે કફોડી બનવા પામી ગઈ છે. અત્યાર સુધીમાં એમએચઓની આડમાં કે સોપારી દાણચોરીના જે કારનામાઓ કર્યા હોય તે બધાયમાં તો પૈસા ફેંક તમાસા દેખના તાલે બચી ગયા પરંતુ ડ્રગ્સ કાંડ દેશવિરોધી કૃત્યની સરખામણીએ જોવામા આવે છે અને એનસીબી જેવી એજન્સી ત્રાટકી છે એટલે આ કેસમાં તો તેમની હાલત બકરી ડબ્બામાં ને પુછડી બહાર જેવી જ થવા પામી ગઈ હોવાની સ્થીતી સર્જાતી જોવાઈ રહી છે. આ ત્રિપુટી જીએસટીના એક પૂર્વ કમીશ્રનરના જોરે કુદાકુદ કરતી હાવાનુ પણ ચર્ચાય છે, પરંતુ હવે તો આ કેસમાં તે પૂર્વ જીએસટી ઉચ્ચ અધિકારી પણ કામ આવે તેમ દેખાતુ નથી. એટલે 
પૂૃર્વી જીએસટી ઉચ્ચ અધિકારીના નામની શુંઠ ખાઈને ખોખારા કરનાર આ ત્રિપુટીની વર્તમાન સમયે સ્થિતી કફોડી બની જવા પામી છે.

.............



સાચા બ્રોકરો જાગે, આવા ઠગભગત ત્રિપુટીઓને ઉઘાડા પાડે


મુંદરા-કંડલાના બ્રોકર એસો. વેળાસર જ બંટી આણી ટોળકી જેવાઓની સામે અવાઝ નહી ઉઠાવે તો તેમના ધંધા-રોજગારને પણ આવા ભ્રષ્ટ અજગરો ખાઈ જતા વાર નહી થાય


ગાંધીધામ :કંડલા-મુંદરા બંદર દેશના જ નહી વિશ્વ કક્ષાએ ઝળકી રહ્યા છે. બન્ને બંદરોની સાંખ અને પ્રતિષ્ઠા દુનીયામાં અલાયદી જ રહેલી છે. પરંતુ અહી કેટલાક ભ્રષ્ટ ભેજાબાજો પોતાના બેનામી ધંધાઓને એક યા બીજીરીતે ધમધમાવી રહ્યા છે તેના લીધે સાચા વેપારી અને ઉદ્યોગપતીઓને પણ શંકાના દાયરામાં જોવાની નોબત આવી રહી છે. બંટી-લાકડાનો બની બેઠેલ ઠગ આગેવાન-રાજુ આણી ત્રિપુટી પાછલા અમુક સમયથી એમએચઓ, સોપારી-કેપ્ટાગોન ડ્રગ્સ જેવા કારનામાઓમાં પોતાની લાલચના લીધે અન્યોના સાચા અને ચોખ્ખા ધંધાઓન પણ હડપ કરવાની ફિરાકમાં છે જેના લીધે કઈક વેપારીઓ-સીએચએ-બ્રોકરની માઠી સ્થિતી સર્જાયેલી છે. હવે જયારે આ ઠગ ત્રિપુટી ચકચારમા આવી જ ગઈ છે ત્યારે સાચા બ્રોકર સંગઠનોએ પણ આવા તત્વાને તંત્ર સમક્ષ ઉઘાડા પાડવા માટે આગળ આવવુ જોઈએ. 

.........


એનસીબી કેમ ન કરે તપાસ? : ઈડી પણ જોડાય તપાસમાં

બંટી-લાકડાના ઠગ આગેવાન-રાજુ પર જીએસટીના કયા પૂર્વ અધિકારી તથા કસ્ટમના અજયની છે છત્રછાયા?


અમદાવાદની કઠવાડા જીઆઈડીસીમાં જીએસટીના પૂર્વ્‌ અધિકારી સાથે લાકડાના બની બેઠેલા ઠગ આગેવાન તથા રાજુનો શેનો ધમધમે છે અડ્ડો? : ગુજરાતના હોટસ્પોટ સમાન ધોલેરામાં પણ આ ત્રિપુટીએ કર્યુ છે કરોડોનું રોકાણ? : પૂર્વ્‌ જીએસટી ઉચ્ચ અધિકારી રીટાયર્ડ થતા પહેલા સુરતમાં ઓફીસ. ધમધમાવી દીધી હોવાની છે ચર્ચા


ગાંધીધામ : આદિપુરનો બંટી-લાકડાનો બની બેઠલ ઠગ આગેવાન-રાજુની ત્રિપુટી પાછલા અમુક સમયથી જે કરોડાના મિસડીકલેરેશન કૌભાંડોને અંજામ આપી રહ્યા છે તેમાં કસ્ટમના અમુક ભ્રષ્ટત ત્વોની ભુમિકા પણ ખુબ ચર્ચામા આવી ગઈ છે કહેવાય છે કે આ ઠગભગત ત્રિપુટીને જીએસટીના પૂર્વ અધિકારી તથા કસ્ટમના એક અજય નામના શખ્સનો પુરો સધીયારો છે. આ બન્નેના પીઠબળથી જ આ ત્રિપુટી બેનામી ધંધાઓ બેફામ કરે છે.

........

Comments

COMMENT / REPLY FROM