મુંદરાના વેસ્ટ પોર્ટ ખાતે ગાડીમાં ઉચ્ચ ગુણવતાનો કોલસો ભરી વિશ્વાસઘાત કરાયો
૧૦ લોકો સામે મુંદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
મુંદરા - કચ્છઉદય : મુંદરામાં આવેલા વેસ્ટ પોર્ટ ખાતે ગાડીમાં ઉચ્ચ ગુણવતાનો કોલસો ભરી ઠગાઈ કરવામાં આવી હતી. બારોઈમાં રહેતા ફરીયદાી હરીશ ખીમજી મહેશ્વરીએ આ બાબતે મુંદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એઈએલ કોલ યાર્ડના ઈન્ચાર્જ ક્રિષ્ના ગોપાલ પવારે ફરિયાદીની કંપનીના સ્ટાફના માણસો અને સર્વેયર તથા ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર સાથે મળીને આઈ યાર્ડમાં રહેલ નીચી ગુણવતાવાળા કોલસો કે જેની કિંમતી પ્રતિ ટન ૪૭૭૦ ની છે. તે માલ ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં ભરવાનો હતો. પરંતુ આરોપીઓએ ભેગા મળી ટ્રક લોડીંગ સીસ્ટમ નંબર-૧ વાળી જગ્યાએથી ઉચ્ચ ગુણવતાવાળાો યુએસ કોલસો પ્રતી ટન કિંમત રૂા. ૧૦૪૪૦ નો માલ ભરાવી લીધો હતો. કોલસાની કિંમતમાં અડધો અડધ તફાવત આવ્યો છે. આ તફાવથી કંપનીને આર્થિક નુકશાન પહોંચ્યું હતું. જેથી ક્રિષ્ના ગોપાલ પવાર, અશ્વિન દનિચા, લાલજી નરશી મહેશ્વરી, અરજણ ગઢવી, લીંક શ્રીચંદન, મહેન્દ્રસિંહ ગોહિલ, અનુરાજસિંહ, સાગર રામજીભાઈ પરમાર, ટ્રક ડ્રાઈવર જગદીશ, મુકેશ મહેશ્વરી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ૧૮ મેના આ બનાવ બન્યો હતો. જે બાબતે ફરીયાદ નોંધવામાં આવતા મુંદરા પીએસઆઈ ડી. જે. ઠાકોરે આગળની તપાસ હાથ ધરી છે.

Comments