Trending News
ક્રાઈમ

આદિપુરમાં અનૈતિક દેહ વેપારનો પર્દાફાશ

25 May



એક મહિલા સહિત આરોપી ઝડપાયો

ગાંધીધામ :આદિપુર પોલીસ દ્વારા અનૈતિક દેહ વેપાર વિરોધી અભિયાન હેઠળ કાર્યવાહી હાથ ધરી શહેરના આંતરજાળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન આરોપી દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ મહિલાઓ મારફતે દેહ વ્યવસાય કરાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી હતી. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં અનૈતિક દેહ વેપાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM