Trending News
ક્રાઈમ

ભચાઉમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઈસમ ઝડપાયો,  ભચાઉ પોલીસની એનડીપીએસ હેઠળ મોટી કાર્યવાહી

24 May



ભચાઉ - કચ્છઉદય : ગેરકાયદેસર ગાંજાના પદાર્થના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડતી ભચાઉ પોલીસ મ્હે.પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન” અંતર્ગત ગેરકાયદેસર ડેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવ્રુતિને સંપુર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા નાયબ પોલીસ અધિક્ષકથી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉનાઓ તરફથી જીલ્લામાં ગેરડાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી ડી. ડી. ઝાલા નાઓ તથા ભચાઉ પોલીસ ટીમ એનડીપીએસના કેસો શોધવા સતત પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ કમલેશભાઈ અરજણભાઈ ચાવડા નાઓને હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમીના આધારે “હિંમતપુરા વિસ્તાર ભચાઉમાં રહેતો દાઉદ કાસમભાઈ નારેજા તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે” તેવી માહિતી મળતાં તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને ઝડતી તપાસ દરમિયાન આરોપી પાસેથી ૨૫૫ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો તેમજ રોકડા રૂપિયા સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેના આધારે તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ કેસમાં આરોપી તરીકે દાઉદ કાસમભાઈ નારેજા ઉ.વ. ૪૯, રહે. હિંમતપુરા વિસ્તાર, ભચાઉને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે અને તેની પાસેથી પ્રતિબંધિત ગાંજો (નેટ વજન ૨૫૫ ગ્રામ, કિંમત રૂ. ૧૨,૭૫૦/-), રોકડા રૂપિયા રૂ. ૪,૭૭,૫૦૦/-, એક લાઈટ બીલ, ઈ-શ્રમ કાર્ડ, વેચાણ કરાર ટુ-કોપી પેજ ૦૯, પ્લાસ્ટીકની પારદર્શક થેલીઓ નંગ ૩૭ તથા એક ખાખી કલરની થેલી સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૪,૮૦,૨૫૦/- જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM