Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પંથકમાં મોડી રાત્રે ૩ની તીવ્રતાનો ભૂકંપ

24 May



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જે અંતર્ગત ગત મોડી રાત્રે વાગડ વિસ્તારની ધરતી ફરી એકવાર ધ્રૂજી ઉઠતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અહેવાલ અનુસાર, ગત રાત્રે ૧ વાગ્યાને ૫૯ મિનિટે કચ્છ પંથકમાં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ સમયે સમગ્ર જિલ્લો ગાઢ નિદ્રામાં હોઈ, અચાનક આવેલા કંપનને કારણે લોકો જાગી ગયા હતા.આ હળવા ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી અંદાજે ૧૪ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ  દિશામાં નોંધાયું છે. ભૂકંપનું આ કેન્દ્રબિંદુ જમીનની અંદર ૨૫.૭ કિલોમીટર ઊંડાઈએ હોવાના કારણે ભચાઉ શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આંચકાનો સ્પષ્ટ અનુભવ થયો હતો. મધ્યરાત્રિએ અચાનક ઘરના વાસણો અવાજ કરવા લાગતાં અને પલંગ ધ્રૂજવા માંડતાં કેટલાક નાગરિકો ભયના માર્યા ઘરોની બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા.
 

Comments

COMMENT / REPLY FROM