Trending News
ક્રાઈમ

બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા

24 May


ગાંધીધામ : બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલા ગામ ખાતે તા. ૨૩/૦૫/૨૦૨૬ ના રોજ જુગારધામ પર દરોડો પાડી સાત ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. બાલાસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવજીભાઈ જીવરામભાઈ પટેલ અને કોન્સ્ટેબલ વજાભાઈ હરિભાઈ મકવાણાની ટીમને મળેલી બાતમીના આધારે, પોલીસ સ્ટેશનથી પૂર્વ દિશામાં ૧૭ કિ.મી. દૂર બેલા ગામમાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાનું માલૂમ પડ્યું હતું. ઘટનાસ્થળેથી શંભુ ખુમાણ પરમાર (ઉ.વ. ૫૨), મુરા કરમણ બગડા (ઉ.વ. ૫૧), ખાના દેવજી બગડા (ઉ.વ. ૫૪), અભુ લાધા પરમાર (ઉ.વ. ૩૨), લાધા દેસરા પૈયડા (ઉ.વ. ૭૦), રણછોડ જગા પરમાર (ઉ.વ. ૫૫) અને કરશન મલુ રાઠોડ (ઉ.વ. ૬૦) - તમામ રહેવાસી બેલા, તા. રાપરને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૧૯,૩૩૦/- તથા ગંજી પાના નંગ-૫૨ મળીને કુલ રૂ. ૧૯,૩૩૦/- નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM