રાપરમાં ગેરકાયદેસર દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો : એસ.ઓ.જી.ની કાર્યવાહી
ગાંધીધામ : પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ગાંધીધામે રાપર તાલુકાના કાનપર-હમીરપર રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે વોચ ગોઠવી હમીરપર ગામના રહેવાસી વિનોદગીરી રમેશગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. ૫ હજાર કિંમતની હાથ બનાવટની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા ગુજરાત પોલીસ એક્ટ હેઠળ રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments