Trending News
ક્રાઈમ

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસની કાર્યવાહીઃ તડીપારના હુકમનું ઉલ્લંઘન કરનાર ઈસમની ધરપકડ

24 May


ગાંધીધામ : ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તડીપારના હુકમનું ઉલ્લંઘન કરનાર એક આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતી મુજબ, આરોપી દાઉદ ઉર્ફે દાવલો ઈબ્રાહિમ કટીયા (રહે. ૧૦૦ ચોરસવાર પ્લોટ, કિડાણા, તા. ગાંધીધામ) સામે અંજારના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા તા. ૨૧/૦૪/૨૦૨૫ ના રોજ જી.પી. એક્ટની કલમ ૧૬૧(૧) ની કલમ ૫૬(ખ) હેઠળ બે મહિના માટે કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ મુજબ આરોપીને કચ્છ તેમજ તેને અડીને આવેલા જિલ્લાઓની હદમાંથી બહાર રહેવા અને સક્ષમ અધિકારીની 
પૂર્વ પરવાનગી વિના પ્રવેશ ન કરવા આદેશ અપાયો હતો. આમ છતાં, આરોપીએ તડીપારના હુકમનું ઉલ્લંઘન કરીને ગાંધીધામમાં પ્રવેશ કર્યો હતો. આ અંગેની માહિતી મળતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ ૧૪૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM