આરટીઈનો બીજો રાઉન્ડ : ૨૫થી ૨૭ મે સુધી શાળા પસંદગીમાં ફેરબદલ કરવાની વધુ એક તક
ફોર્મ ભરેલ હોય અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓના વાલીઓ બાકી રહેલી ૪૧૧ ખાલી જગ્યા પર ઇચ્છતા હશે તો શાળા પસંદગી ફેરફાર કરી શકશે
ભુજ - કચ્છઉદય : આરટીઈ હેઠળ બીજા રાઉન્ડ પહેલા ૨૫ થી ૨૭ મે સુધી શાળા પસંદગીમાં ફેરબદલ કરવાની વધુ તક સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે.આ અંગે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં ૨૨૬૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મળેલ તે પૈકી પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી ૪૧૧ જગ્યાઓ માટે જે અરજદારોની આરટીઈ હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને આરટીઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. આરટીઈ પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જે શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોય તોએે તા.૨૫/૫ થી તા.૨૭/૫ સુધીમાં https://rte. orpguja®a .com પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશે. જે અરજદારો શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શાળા - વાલીને કઈ પણ મુશ્કેલી હોય તો ૯૪૨૬૧ ૨૭૬૮૨ હેલ્પ લાઇન પર સંપર્ક કરવા નોડલ ઓફિસર નિલેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું છે.
------------

Comments