અંજાર પોલીસનો સપાટો : નસાના કારોબાર પર પ્રહાર
NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN અભિયાનમાં અંજાર પોલીસની વધુ એક મોટી સફળતા : ૫ કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસના ""NO DRUGS IN EAST - KUTCH CAMPAIGN"" અંતર્ગત અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે અંજારના શેખટીંબા વિસ્તારના એક રહેણાંક મકાન પર દરોડો પાડતા પોલીસે અંદાજે ૫ કિલોગ્રામ ગાંજો કબજે કરી રૂ.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.કાર્યવાહી દરમિયાન મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કડલ (ઉ.વ. ૨૧)ને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ રિયાઝ અબ્દુલ કડલને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બંને ભાઈઓ ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. ગઢવી ચલાવી રહ્યા છે. સમગ્ર કામગીરી પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Comments