Trending News
ક્રાઈમ

કચ્છમાંથી પ્રેસના ઓઠા તળે તથા ઝભ્ભાલેંગાવાળાના નામે ધાકધમકી-લુંટફાંટ-દાદાગીરીભર્યા આતંકનો મોટો પર્દાફાશ

23 May

શાબાશ છે આદિપુરના ટ્રાન્સપોર્ટરની હિમંતને.!




આદિપુરના ટ્રાન્સપોર્ટર સાથે ગુંદાલામાં ૪પ હજારની લૂંટ ચલાવાઈ : આમઆદમી પાર્ટીના કાર્યકર્તા ફરીથી વિવાદમાં સપડાયા : અગાઉ કટારીયાના કાર્યક્રમમાં પણ કુખ્યાત શુટર્સની સાથે સ્ટેજ પર આ કાર્યકર્તા જોવા મળતા સર્જાયો હતો વિવાદ

ખોટા ધંધા કરો છો અને ગેરપ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપો કરી ખંડણી મંગાઈ હતી : સંજય બાપટે ઘરમાં લગાવેલા એસીના ૩પ હજાર દુકાનદારને ચૂકવવા હવાલો પણ આપ્યો હતો : મુન્દ્રા તાલુકામાં ક્યાંય પણ ધંધો કરવો હોય તો દરમહિને રૂપિયા ચૂકવવા પડશેની દાદાગીરી કરાઈ 


આ પ્રકરણમાં ત્રણની ધરપકડ કરી લેવાઈ છે, હરી સુમાર ગઢવી પકડવાનો બાકી છે : એ.કે. ભરવાડ(પ્રાગપર પીઆઈ)



ભુજ - કચ્છ ઉદય : દેશની ચોથી જાગીર પત્રકારત્વ ક્ષેત્રને લઈને કચ્છમાં પાછલા અમુક સમયથી અમુક બની બેઠેલા તત્વો રીતસરની પ્રતિષ્ઠીત વેપારીઓ-પ્રજાજનોને કનડગતો કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે ચર્ચામાં આવતી રહેતી હોય છે. તેમાથી કેટલીક તો પોલીસ ચોપડે પણ ચડવા પામી જાય છે. દરમ્યાન જ કચ્છના પેરીસ એવા મુંદરામાં પણ આવી જ એક વધુ ફરીયાદ દાખલ થવા પામી છે. કચ્છમાંથી પ્રેસના નામે કે પ્રેસના ઓઠા તળે કોઈ વેપારીને હેરાન-પરેશાન કરી અને તોડ કરવાના ત્રાગાઓ રચાયા હોય તેવો વધુ એક ઘટનાક્રમ સામે આવ્યો છે. પ્રેસના નામે વેપારીને હેરાન કરી અને રાજકીય વ્યકિતના નામનોપાવર દેખાડી મોટી રકમ પડાવી લેવા બાબતે પ્રાગપર પોલીસ મથકે ફરીયાદ નોધાવવા પામી છે. મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે આદિપુરના ટ્રાન્સપોર્ટર સાથે ૪પ હજારની લૂંટ કરવામાં આવી હતી. જેમાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી આદિપુરમાં રહેતા અને બેરલનો વેપાર કરતા અબ્દુલ ગફુર આમદ હાલેપોત્રાના જણાવ્યા પ્રમાણે તેઓ ગુંદાલા સીમમાં પ્લાસ્ટિકના ખાલી બેરલનો વેપાર કરી છે. સાઈટ પર બુલેટ લઈને આરીફ અને વવાર ગામમાં રહેતા હરી સુમાર ગઢવી આવ્યા અને બન્ને જણાએ બોલાચાલી કરી કહ્યું કે, તમે અહીં ખોટા ધંધા કરો છો. અમને સંજય બાપટ અને માણેક ગઢવીએ મોકલ્યા છે. તેમ કહી પૈસાની માંગણી કરી હતી. સાહેદ મનોહરસિંહ સોઢાના પેન્ટના ખિસ્સામાં ૪પ હજાર રૂપિયા ધંધાના હતા જે હરીએ કાઢી લીધા હતા. જતા - જતા ધમકી આપી કે, અમે તમારા પર બુલેટ પડાવી લેવાની ખોટી ફરિયાદ કરીશું. દરમિયાન આરીફને પકડી લેવામાં આવ્યો હતો. તેણે પોતે પત્રકાર હોવાનું કહ્યું હતું અને સંજય બાપટ અને માણેક ગઢવીના કહેવાથી હરી ગઢવી સાથે પૈસા લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. આરીફને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. અગાઉ માણેક ગઢવીએ ફરિયાદીને રૂબરૂ મળી સંજય બાપટના નંબર આપ્યા હતા અને વાત કરવા કહ્યું હતું. સંજય બાપટને મળવા માટે ગયા ત્યારે તેણે ધમકી આપી કે, મુન્દ્રા તાલુકામાં કોઈ ધંધો કરવો હોય તો દર મહિને રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ ના પાડતા માણેક ગઢવી દ્વારા અવાર-નવાર ધમકાવી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. સંજય બાપટે વોટ્‌સએપ કોલ કર્યા હતા અને કહ્યું કે, મે મારા ઘરે નવું એસી લગાવ્યું છે. તેના ૩પ હજાર રૂપિયા દુકાનવાળાને આપી આવજે. ફરિયાદીને રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ તારો ધંધો ચાલવા નહીં દઉ. તેમ કહી ધાકધમકી કરી હતી. અવાર-નવાર ફોન કરી ખંડણી માંગવામાં આવતી હોઈ ગુનો દાખલ કરાવાયો હતો. પ્રાગપરના પીઆઈ એ.કે. ભરવાડે ફરિયાદ નોંધી હતી. તપાસ પીએસઆઈ પી.બી.જાડેજાને સોંપવામાં આવી છે. પીએસઆઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ બનાવમાં આરીફ ખલીફા, સંજય બાપટ અને માણેક ગઢવીની અટક કરવામાં આવી છે. જ્યારે હરી સુમાર ગઢવીની ધરપકડ બાકી છે. આગળની તપાસ ચાલુમાં છે. બીજીતરફ મળતી માહીતીઅ નુસાર આ પ્રકરણમાં પ્રતીફરીયાદ પણ દાખલ કરવામા આવી છે. જેમાં ફરિયાદી મુન્દ્રામાં રહેતા આરીફ કાસમ ખલીફાના જણાવ્યા પ્રમાણ તેઓને ઓઈલ ચોરીની માહીતી મળતા તેઓ ગયા હતા અને બળજબરીથી સંજય બાપટે મોકલયા હોવાનો તેમનાથી વીડીયો બનાવવામ આવ્યો છે. તલવાર બતાવી માર મારવામાં આવ્યો હોવાની પણ પ્રતિ ફરીયાખદ આ કેસમાં દાખલ થવા પામી છે. પ્રતિ ફરીયાદ દાખલ કરાવનાર આરીફે કહ્યુ છે કે, શરૂઆતમાં વીડિયોની ના પાડી હતી પરંતુ માર મારતા બીક લાગવાના કારણે સંજય બાપટે મોકલ્યા હોવાનો વીડિયો બનાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. જેથી પ્રાગપર પોલીસમાં આ બાબતે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. 


...........



અગાઉ હરિયાણાના શાર્પશુટર સાથે પણ 
મંચ પર સંજય બાપટ જોવા મળ્યો હતો




મુંદરામાં વેપારીને પૈસાની અવેજમાં હેરાન પરેશાન કરવાના કેસમાં પ્રાગટપરમાં આજ રોજ પોલીસે જે ત્રણ શખ્સોને પકડાયા છે-દબોચ્યા છે તે પૈકીના એક એવા સંજય બાપટ અગાઉ પણ આમઆદમી પાર્ટીના કાર્યક્રમોમાં વિવાદમાં આવ્યા છે. અગાઉ કટારીયા મધ્યે કિસાન મહાપંચાયતનો કાર્યક્રમ યોજાયો હતો અને તે સ્ટેજ પર આગેવાન તરીકે આ સંજયભાઈ બાપટ બિરાજમાન હતા અને તેની આગળ-પાછળ સ્ટેજ પર જ હરીયાણાનો કુખ્યાત શાર્પ શુટર પણ દેખાવવા પામતા અથવા તો સ્ટેજ પર આમતેમ ફરતો જોવા મળી આવતા તે વખતે ભારે રાજકીય ચર્ચાઓ થવા પામી છે.

.........

Comments

COMMENT / REPLY FROM