Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી

22 May



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવીન ત્રણ યોજનાઓ માટે ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુકત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ માટે એકમ ખર્ચ ૫,૨૦,૦૦૦ પ્રતિ એકમ - સ્ટ્રકચર (૧ હેકટર વિસ્તાર માટે) ધ્યાને લઇ એકમ ખર્ચના ૪૦ % અથવા મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવા પાત્ર રહેશે. વધુમાં એકમ - સ્ટ્રકચર ૦.૨૦ હેકટરથી વધુમાં વધુ ૧ હેકટર વિસ્તારમાં બનાવવાનું રહેશે. પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવાની રહેશે. બડકુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાના કાર્યક્રમ માટે સહાય હેઠળ અતિઘનિષ્ટ ખેતી પધ્ધતિથી એકથી વધુ ફળપાક્નું વાવેતર કરવાનું રહેશે, જેમાં ખેડુતોને પાકવાર નિયત થયેલ પ્રતિ રોપા - કલમ - ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોચ તે ધ્યાને લઈ વાવેતર કરલ રોપા - કલમો મુજબ સહાય મળશે. આ યોજનામાં ૫૦૦ થી ર૬૦૦ રોપા - કલમોના વાવેતર પર ઇનપુટ - લેબર ખર્ચ માટે પ્રતિ હેકટરે ૧૦,૦૦૦ રૂપિયાની પ્રોરેટા બેઝ પ્રમાણે સહાય મળવાપાત્ર રહેશે. રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે એકમ ખર્ચ  ૧,૦૦,૦૦૦ પ્રતિ હેકટરે કે જેમાં પ્લાન્ટીંગ મટીરીયલ્સ (બિયારણ) માટે રૂ. ૬૦,૦૦૦ પ્રતિ હેકટર તેમજ ઈનપુટ ખર્ચ માટે ૨૦,૦૦૦ પ્રતિ હેકટર અને મજુરી - અન્ય ખર્ચ માટે ૨૦,૦૦૦ પ્રતિ હેકટરે ધ્યાને લઈ સામાન્ય જાતિના મોટા ખેડૂતને ખર્ચના પ૦ % અથવા મહત્તમત. ૫૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય તેમજ સામાન્ય જાતિના નાના - સીમાંત ખેડૂતને ખર્ચના ૬પ ટકા અથવા મહત્તમ રૂ. ૬૫,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે તેમજ અનુ. જાતિ અને અનુ. જન જાતિના ખેડુતોને ખર્ચના ૭પ % અથવા મહત્તમ રૂ. ૭૫,૦૦૦ પ્રતિ હેકટરે સહાય મળવાપાત્ર રહેશે. વગેર જેવા કુલ ૩ ઘટક માટે સહાય મેળવવા તા.૨૦/૦૫ થી તા.૧૯/૬ સુધી દિન-૩૦ માટે નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) ઓનલાઇન અરજી કરવા માટે ખૂલ્લું મુકવામાં આવેલ છે.
આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ નવિન આઇ- ખેડૂત પોર્ટલ (ર.૦) માં આપેલ યુઝર મેન્યુઅલ મુજબ ઓનલાઈન અરજી કરવા આથી જાહેર હિતમાં સુચીત કરવામાં આવે છે, જેની સર્વે ખેડૂતોએ નોધ લેવી. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ ન.૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજનો સંપર્ક કરવો.
------

Comments

COMMENT / REPLY FROM