લખપત તાલુકાની પ્રા. શાળામાં મ.ભો. કેન્દ્રના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
દયાપર - કચ્છઉદય : લખપત તાલુકાના પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક કરવાની થાય છે. ધોરણ ૭ પાસ કે તેથી વધારે અભ્યાસ વાળા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ મામલતદાર કચેરી લખપત, મુ.દયાપર ખાતે ૩૦/૫ સુધીમાં તમામ આધાર પુરાવા સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ખાલી કેન્દ્રોની યાદી મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવી હોવાનું મામલતદાર, લખપતની અખબાર યાદીમાં જણાવાયું છે.
-------

Comments