આશાપુરા વુમન્સ એકેડેમી દ્વારા સમર કેમ્પ યોજાયો
ભુજ - કચ્છઉદય : આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત આશાપુરા વુમન્સ એકેડેમી દ્વારા વેકેશનમાં સમયના સદુપયોગની સાથે સર્જનાત્મકતા થકી રોજગારી તરફ આગળ વધે તે હેતુથી ૨૦ દિવસનો યુવતી સમર કેમ્પ યોજાયો હતો, જેમાંં રૂપલબેન મહેતા - ચુલા વગરની વાનગી, ડોક્ટર ઉર્વશીબેન પરમાર - ગાયનેક પ્રોબ્લેમ, જશોદા ગોરી - યોગ, માધવીબેન શાહ - શોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદા, બીના જોશી - ધ્યાન વિષે, જયશ્રીબેન સોલંકી - બ્યુટી ટીપ્સ, નૈમિષાબેન સોલંકી - મહેંદી, કલ્પનાબેન ઠક્કર - સીડ બોલ મેકિંગ, પ્રીન્સી આહિર - મડવર્ક, દર્શનાબેન ત્રિવેદી - બાળકોને રમત-ગમત, પ્રીતીબા જાડેજા - રેઝીન આર્ટ, શી ટીમના શીતલબેન નાઈ - ક્રાઈમ અવેરનેશ વગેરે વિષય નિષ્ણાતોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.
આ કેમ્પમાં ૩૨ જેટલી બહેનો જોડાઈ હતી. સમાપન સમારોહમાં મહિલાઓનો પ્રિય વિષય વાનગી તેની શુધ્ધતા અને ગુણવતા જળવાઈ રહે તે હેતુથી હરિફાઈ યોજવામાં આવી હતી અને સાથે સાથે ટ્રેડિંગ અને વિસરાતી વાનગીઓનું નિદર્શન પાટણના જ્યોતિકાબેન જોશીએ કરાવ્યું હતું. તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ૧૬ બહેનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. વાનગી સ્પર્ધાના વિજેતા જ્યોતિબેન પવાણી, રક્ષાબેન દાવડા, આશાબેન વ્યાસ, શશીબેન દ્વિવેદી રહ્યા હતા. ભાગ લેનાર દરેક પ્રતિસ્પર્ધીઓને સન્માનવામાં આવ્યા હતા. યુવતી સમર કેમ્પમાં નિયમિત તેમજ કાર્યશીલ મિતલ, હરસિદ્ધિ, આર્યાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પનો હેતુ ૨૧મી સદી નારી સદી, સશક્ત નારી થકી સશક્ત સમાજ, રાષ્ટ્રના વિકાસમાં નારીની ભાગીદારી એ જ અમારૂ લક્ષ્ય રહ્યો હતો. આશાપુરા ફાઉન્ડેશનના દીનાબેન ચેતનભાઇ શાહ, મનનભાઈ શાહ ઉમદા કાર્યો સતત થતા રહે એ વિષે હંમેશા ભાર આપતા રહે છે. આ કાર્યમાં આશાપુરા વુમન્સ એકેડમીના હસ્મિતાબેન ત્રિવેદીના નેજા હેઠળ પ્રીતિબા જાડેજા, રીધીબેન ઠક્કર, સંગીતાબેન પૂરબીયા, આરતીબેન પ્રજાપતિ, આશાબેન વ્યાસ વગેરેના સાથ - સહકારથી કાર્યક્રમને ખૂબ સારી રીતે યોજવામાં આવ્યો હતો.
-----

Comments