Trending News
ક્રાઈમ

રાપર હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

22 May


રાપર  : રાપર ટાઉન વિસ્તારમાં ૨૧ મેના રોજ બનેલા હત્યાના બનાવનો ભેદ રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓની ઓળખ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરતા ટૂંકા સમયમાં જ બે આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નરેશ લખમણ કોલી (ઉ.વ. ૨૬) અને સંજય જેરામ કોલી (ઉ.વ. ૧૯), બંને રહેવાસી બાદલપર પીંછાણા, તાલુકો રાપરનો સમાવેશ થાય છે.હત્યાના ગંભીર ગુનામાં ઝડપી તપાસ અને આરોપીઓની ધરપકડથી રાપર પોલીસે નોંધપાત્ર કામગીરી બજાવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM