Trending News
સ્થાનિક સમાચાર

રાપર તા.પં.ના પ્રમુખ તરીકે ભાજપે રાજેશ ઢીલાને સોંપી જવાબદારી

22 May



કારોબારી ચેરમેન તરીકે શક્તિસિંહ જાડેજાનું નામ જાહેર કરાયું : ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા 

રાપર - કચ્છઉદય : રાપર તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો કોણ બનશે અને પક્ષ કોના શિરે વાગડના આ પંથકની જવાબદારી સોંપશે તે અંગે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી તીવ્ર રાજકીય અટકળોનો આજે સત્તાવાર રીતે અંત આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને મળેલી ભવ્ય સફળતા બાદ ભાજપ સંગઠન અને પ્રભારીઓ દ્વારા ભારે મંથન કરીને આખરે શાસકોના નામો નક્કી કરી લેવાયા છે. આજે રાપર ખાતે મળેલી પક્ષની મંડળ બેઠકમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશભાઈ ઢીલા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાજપૂતના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પંચાયતના આર્થિક વહીવટ પર નજર રાખતી કારોબારી સમિતિના ચેરમેન પદે શક્તિસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાવિયા અને પક્ષના દંડક તરીકે ભાવનાબેન ધારાભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે.
પક્ષ દ્વારા નામો જાહેર થવાની સાથે જ રાપર તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ચૂંટાયેલા ડેલીગેટ્‌સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ જાહેરાતથી કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આવતીકાલે શનિવારના રોજ રાપર તાલુકા પંચાયતની વિશેષ સામાન્ય સભામાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તમામ હોદ્દેદારોની વિધિવત વરણી કરવામાં આવશે, જે સાથે જ રાપર તાલુકા પંચાયતમાં નવા શાસનનો સૂર્યોદય થશે અને ગ્રામીણ વિકાસની નવી સફર શરૂ થશે. હોદ્દેદારોના નામ જાહેર કરવાના પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ આગેવાનો મહેન્દ્રસિંહ વાઘેલા, નસાભાઈ દૈયા, ઉમેશભાઈ સોની, વિકાસભાઈ રાજગોર, ડોલર મારાજ, કેશુભા વાઘેલા, અજીતસિંહ જાડેજા, બળવંતભાઈ ઠક્કર, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ઠક્કર, કરશન મંજેરી, રાજ બારી, મોહન બારડ, હમીરજી સોઢા, કમલસિંહ સોઢા, જગદીશભાઈ વણોલ, લાલજીભાઈ કારોત્રા સહિતના હાજર રહ્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM