કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું
ભુજ - કચ્છઉદય : કોટેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા, શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા, ડ્રગ્સ, દાણચોરી, બોટો તથા ડ્રોન મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પી.આઈ. આર.ડી. ઝાલા, પી.એસ.આઈ. તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા બેબી કા કુવાથી હિરણા વિસ્તાર સુધી અંદાજે ૫ કિમીથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો તથા અવાવરૂ સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી.
-----

Comments