Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રમત જગત

સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે ભુજમાં જમાવ્યો રંગ

21 May



ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૪ના ૧૭માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને ૧૫માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી હતી. કચ્છ સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે.
આ સાથે ૧૭મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “સોનલ શક્તિ ઇલેવન લાખોંદ” અને ”ગાંધીનગરી ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં ”સોનલ શક્તિ ઇલેવન લાખોંદ” ની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ “બ્લેક વોરિયર્સ ઇલેવન માધાપર” અને “ફેબુલસ ફાઇટર ઇલેવન” વચ્ચે રમાઇ હતી, જેમાં ફેબુલસ ફાઇટર ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “વાઘેશ્વરી ટાઈટન્સ ઇલેવન અને “પબાદાદા ઇલેવન ઢોરી” વચ્ચે રમાઇ હતી, જેમાં “પબાદાદા ઇલેવન ઢોરી” ની જીત થઈ હતી. ચોથી મેચ “બહાદુર ઇલેવન માંડવી” અને “મલેક ઇલેવન અંજાર” વચ્ચે રમાઇ હતી, જેમાં “મલેક ઇલેવન અંજાર” ની જીત થઈ હતી. પાંચમી મેચ “આરવી ફિલ્મસ ઇલેવન” અને “આરટીઓ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં આરટીઓ ઇલેવન ભુજની ટીમ વિજેતા થઈ હતી જયારે છઠ્ઠી મેચ “ક્રિષ્ના ઇલેવન કેશવનગર” અને “અલખ ઇલેવન દેશલપર વાંઢાય” વચ્ચે રમાઇ હતી, જેમાં “ક્રિષ્ના ઇલેવન કેશવનગર” ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન જુરી કમિટીના સભ્યો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપતા રહે છે. 
-----------------

Comments

COMMENT / REPLY FROM