જાયન્ટ્સ ગ્રુપ ભુજ દ્વારા નવનિયુક્ત કલેકટરને આવકાર
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ભુજ દ્વારા તાજેતરમાં કચ્છની ધીંગી ધરા પર નવનિયુક્ત થયેલા કલેકટરને આવકાર આપી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરને જાયન્ટ્સની સેવાકીય પ્રવૃતિઓઓની માહિતી આપવામાં આવી હતી અને એનજીઓ દ્વારા કોઈ પણ સેવા પ્રવૃતિમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતચી. કલેક્ટરે ગ્રુપની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. આ પ્રસંગે ગ્રુપ પ્રમુખ અભિલાષ મહેતા, મંત્રી બિપીનભાઈ ઠક્કર, ખજાનચી હરિલાલ યાદવ, ફેડરેશન અધિકારીઓ વિનોદભાઇ ચૌહાણ, અરૂણકુમાર જોષી, સ્પેશિયલ કમિટી મેમ્બર શાંતિલાલ પટેલ, ભૂતપૂર્વ સેન્ટ્રલ કમિટી મેમ્બર નિષદ મહેતા, બીઓડી સભ્ય ભુપેન્દ્રભાઈ મહેતા અને વિનોદભાઇ ગોર હાજર રહ્યા હતા.
------------

Comments