સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમો વચ્ચે ખેલાયો રોમાંચક મુકાબલો
ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન - ૪ના ૧૬માં દિવસે જ્યુબિલી ગાઉન્ડ અને ૧૪માં દિવસે મીરઝાપર ખાતે મેચો રમાઈ રહી હતી. કચ્છ સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦ થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે.
આ સાથે ૧૬મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “કચ્છ કિલર ઇલેવન” અને“નુર ઇલેવન હબાય” વચ્ચે રમાઇ જેમાં ”કચ્છ કીલર ઇલેવન”ની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ “રિયાન્સ ઇલેવન ભુજ” અને “અનિલ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં રીયાન્સ ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “થરાવડા બી ઇલેવન અને “કૌશિક કન્સ્ટ્રક્શન ઇલેવન માધાપર” વચ્ચે રમાઇ હતી, જેમાં “કૌશિક કન્સ્ટ્રક્શન ઇલેવન માધાપર” ની જીત થઈ ચોથી મેચ “એમએફસી ઇલેવન ભુજ” અને “લેવા પટેલ હોસ્પિટલ ભુજ વચ્ચે રમાઇ હતી. જેમાં એમએફસી ઇલેવન ભુજની જીત થઈ હતી. પાંચમી મેચ “જય ભુતનાથ ઇલેવન” અને “એકતા ઇલેવન મોરગર” વચ્ચે રમાઇ હતી, જેમાં જય ભુતનાથ ઇલેવનની ટીમ વિજેતા થઈ હતી. જયારે છઠ્ઠી મેચ “એમડી કલબ ઇલેવન અંજાર” અને “ લકી ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં “એમડી કલબ ઇલેવન અંજાર” ટીમ વિજેતા થઈ હતી.
મીરઝાપર ગ્રાઉન્ડ ખાતે ૧૪ માં દિવસે એકતા ઇલેવન અને કપિલ ઇલેવન વચ્ચે રમાઈ હતી. બીજી ટીમ સ્કુટી ઇલવેન અને રમેશ ઇલેવન વચ્ચે રમાઈ હતી. ત્રીજી મેચ રામાધણી ઇલેવન અને મોંમાઈ ઇલેવન કચચે રમાઈ હતી. ચોથી મેચ લખુરાઇ અને ભુદેવ ઇલેવન વચ્ચે અને પાંચમી મેચ કમાગુના ઇલેવન અને જામડકૃપા ઇલેવન વચ્ચે રમાઈ હતી. જયારે છઠ્ઠી મેચ નૌયન ઇલેવન અને મોંમાઈ ઇલેવન પરજવ વચ્ચે રમાઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
------------

Comments