કવિઓ સખીવૃંદ દ્વારા સંચાલિત ચેસ એકેડમીનો પ્રારંભ
ભુજ - કચ્છઉદય : અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ ક.વી.ઓ.સખીવૃંદ દ્વારા સંચાલિત ક.વી.ઓ.ચેસ એકેડમીનો સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડા, સખીવૃંદના પ્રમુખ પ્રિતીબેન છેડા, ચેસ માસ્ટર સંજયભાઈ દાવડા, મહાજન અને સંઘના ટ્રસ્ટીઓ, સખીવૃંદની બહેનો અને યુવા પાંખના હોદ્દેદારોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.
આ વિશે વધુ માહિતી આપતાં સખીવૃંદના પ્રમુખ પ્રિતીબેન છેડાએ જણાવ્યું હતું કે, આજના મોબાઈલ યુગમાં લોકોને માઈન્ડ ડેવલોપ કરવા માટે આ ચેસ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચેસ એકેડમીના વર્ગોનો સમય મંગળવારે , બુધવારે શનિવારે સાંજે ૬ઃ૩૦ થી ૭ઃ૩૦ અને ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ રહેશે, જેમાં ૫ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ લોકો જોડાઈ શકશે. આ ફ્રી ડેમો ક્લાસીસમાં વાલીઓ અને બાળકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે ૩૦ થી વધુ બાળકોએ લાભ લીધો હતો.આગામી ૨૩ મે ૨૦૨૬થી નિયમિત નવા વર્ગોની શરૂઆત કરવામાં આવશે. જેમને પણ આ ચેસ એકેડમીમાં જોડાવવું હોય તેમણે ક.વી.ઓ.સંકુલ મધ્યે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.
ચેસની રમત બુદ્ધિનો વિકાસ, એકાગ્રતા અને સતર્કતા કેળવવામાં ખૂબ જ ઉપયોગી છે એવું એકેડમીના કોચ સંજયભાઈ દાવડાએ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સખીવૃંદના ભક્તિ વોરા, નિરાલી હરિયા, કેતન નાગડા, રીમા ગોગરી, ચૈતાલી પાસડ, હિરલ પાસડ, ઈશા દેઢીયા, કાજલ ગાલાનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરી, સહમંત્રી હિરેનભાઇ પાસડ, ટ્રસ્ટી અમિતભાઈ વોરા, ભુજ કવીઓ જૈન સંઘના ટ્રસ્ટી મનીષભાઈ નાગડા, ધીરેનભાઈ પાસડ, યુવા પાંખના પ્રમુખ ઈશાન મોતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ જહેમત ઉઠાવી હતી.
-----

Comments