ભુજના વાલદાસનગર ડી.સી. ભવન ખાતે ત્રણ નવા રૂમોનું ખાત મુહૂર્ત
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન દાનની સરવાણી વહી : વિવિધ સુવિધાઓ માટે રૂ. ૧૩ લાખ જેટલી રકમ એકત્ર
ભુજ - કચ્છઉદય : ભુજના વાલદાસનગરના સિદ્ધેશ્વર મહાદેવ ખાતે સ્વ. અનિરુધ્ધસિંહ દિલાવરસિંહ ચુડાસમા (દાજીબાપુ)પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અહીંના ડી.સી. જાડેજા ભવનના વિકાસ અર્થે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. ત્રણ નવા રૂમોનું હસમુખ શાસ્ત્રી આચાર્ય સત્યેન્દ્ર દ્વારા દાતાઓના હસ્તે ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પ્રત્યેક રૂમ માટે અઢી લાખ લેખે વિવિધ દાતાઓ આગળ આવ્યા હતા, જેમાં ૧ રૂમ માટે રૂ. ૨.૫૧ લાખ સ્વ. અનિરુધ્ધસિંહ દિલાવરસિંહ ચુડાસમા ( દાજીબાપુ) પરિવાર, એક રૂમ માટે રૂ. ૨.૫૧ લાખ સ્વ. મદારસંગ અરજણજી સોઢા અને સ્વ. શિવુભા મદારસંગ સોઢા ( વેરસરા ) પરિવાર તેમજ એક રૂમ માટે રૂ. ૧.૫૦ લાખ અહીંના રાધે - રાધે મહિલા મંડળ ,૫૧ હજાર નરેન્દ્રસિંહ જાડેજા (ખાખર) તથા ૫૧ હજાર ઉદયસિંહ જાડેજા (શિવલખા) દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે એક - એક એસી આપવા માટે હિતેશ કતિરા,મીનાબેન ભદ્રા, વાઘુભા સોઢા અને પ્રવિણ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તો હોલ અને રૂમોમાં ખૂટતી તમામ સુવિધાઓ માટે બરસાના ગૃપના જિગર છેડા, રિશી ઠક્કર અને રોહન હિરાણીએ તત્પરતા દર્શાવી હતી.
આ સાથે ૨૧ હજાર રૂપિયા અમીરતસિંહ ઝાલા, ૧૫ - ૧૫ હજાર રૂપિયા પ્રફુલસિંહ જાડેજા, હકુભા પરમાર, યુવરાજસિંહ જાડેજા , રઘુવીરસિંહ જાડેજા અને રણજીતસિંહ ઝાલા દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા તો ૧૧ - ૧૧ હજાર રૂપિયા ભગીરથસિંહ ઝાલા, હરિસિંહ જાડેજા , સ્વ. મેઘરાજજી જાડેજા, સ્વ. કાંતિલાલ ચોથાણી , સ્વ. પ્રતાપસિંહ જાડેજા, સ્વ. મોહનસિંહ જાડેજા, સ્વ. લાલુભા જાડેજા, સ્વ. નંદકુંવરબા રાણા, પ્રદિપસિંહ જાડેજા , નરેન્દ્રસિંહ રાણા, ચતુરસિંહ જાડેજા, અભિજિતસિંહ ચુડાસમા, મુકેશભાઈ ભટ્ટ, અજયસિંહ ઝાલા, નવિન સોની, પ્રફુલસિંહ ચીરઇ, ભાણજીભા જાડેજા, કિશોરસિંહ જાડેજા , મહેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ સોલંકી, સ્વ. ટપુભા ગોહિલ, નિર્મલસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા અને બળદેવસિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ૬ - ૬ હજાર રૂપિયા પ્રવિણસિંહ સોઢા અને ભરતસિંહ જાડેજા દ્વારા જાહેર કરાયા હતા તો ૫૧૦૦ - ૫૧૦૦ રૂપિયા રાજુભા જાડેજા , મહેશ ગોસ્વામી, સ્વ. માધુભા જાડેજા, સ્વ. દેવાજી જાડેજા, નિરપાલસિંહ જાડેજા, વિપુલ પંડ્યા અને પ્રદ્યુમનસિંહ ચુડાસમા દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. હજુ પણ દાનની સરવાણી ચાલુ છે. નગરજનોની સુખાકારી માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ દર્શાવવા બદલ વાલદાસ નગર પ્રગતિ મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળે તમામ દાતાઓનો આભાર માન્યો હતો.
------

Comments