Trending News
ક્રાઈમ

ભચાઉમાં ચોરીના કોપર કેબલ સાથે બે શખ્સ  ઝડપાયા, પોલીસે ૪.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

20 May




ભચાઉ : ભચાઉ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન છળકપટ કે ચોરીથી મેળવાયેલ ઇન્સ્યુલેટેડ કોટેડ કોપર કેબલ વાયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે ભચાઉ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન સફેદ રંગની બલેનો કાર નંબર  GJ-01-RN-8886™u  ને અટકાવી તપાસ કરતા વાહનમાંથી અંદાજે ૨૭૧ કિલોગ્રામ ઇન્સ્યુલેટેડ કોટેડ કોપર કેબલ વાયર મળી આવ્યો હતો. વાયર અંગે કોઈ આધાર-પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અનિલભાઈ મુળાભાઈ ચૌધરી (ઉ.વ.૨૨), રહે. મખાણ, તા. દિયોદર અને મુકેશભાઈ સહદેવભાઈ ચૌધરી (ઉ.વ.૨૭), રહે. ભાચરવા, તા. ડીસા, જી. બનાસકાંઠાને ઝડપી 
પાડી તેમની સામે ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.આ કાર્યવાહીમાં પોલીસે રૂ.૧,૦૮,૪૦૦ના કોપર કેબલ વાયર તથા રૂ.૩ લાખની બલેનો કાર સહિત કુલ રૂ.૪,૦૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ 
ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


 

Comments

COMMENT / REPLY FROM