વેદાંતિક ગ્રંથ - “પંચદશી’ની જ્ઞાનશિબિરથી ભુજનો ભુજીયો જાણે હિમાલય તપોભૂમિ સમકક્ષ બન્યો
ભુજ - કચ્છઉદય :વહેલી સવારે દક્ષિણામૂર્તિસ્તોત્ર, વૈદિક શાંતિમંત્રો અને કૈવલ્ય ઉપનિષદના વૈદિક પરંપરા મુજબના આરોહ-અવરોહ સાથેના મધુર સંસ્કૃત ભાષાના શિબિરાર્થીઓ દ્વારા થતા મંત્રોચ્ચારથી ભુજીયાની તળેટીમાં આવેલ આર્ષ અધ્યયન કેન્દ્ર આશ્રમ ખાતે જાણે હિમાલયની -્કષિભૂમિનું વાતાવરણ સર્જાયું હતું.
દરેક સનાતનધર્મી આધ્યત્મિક સાધકનું એ સ્વપ્ન હોય છે કે હિમાલયમાં જઈ જપ - તપ - ઉપાસના - સત્સંગ-સાધના કરે. પ્રાચીન પરંપરાથી હિમગીરી શિખર અને હરિદ્વાર, ઋષિકેશ જેવા કેન્દ્રો ખાતે સન્યાસીઓ અને વરિષ્ઠ આધ્યત્મિક સાધકો માટે કૈલાશ આશ્રમ, સાધના આશ્રમ પર જઈ શાસ્ત્રજ્ઞાન અને ગુરુ સાનિધ્ય પ્રાપ્ત કરી મોક્ષ પુરૂષાર્થ માટે પ્રયત્નશીલ હોય છે, પરંતુ મે માસમાં ભુજ ખાતે પૂજ્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીના આચાર્ય સ્થાનેથી ભુજના ૨૦ જેટલા સાધકોએ પ્રત્યક્ષ અને અનેક સાધકોએ ઓનલાઈન મિડીયાના માધ્યમથી મોક્ષ મુલ્ક ગ્રંથ પંચદશી (પૂજ્ય વિદ્યારણ્ય મુનીજી વિરચિત)અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા (પૂજ્ય શંકરાચાર્યજી ભગવાનના ભાષ્ય સહીત)અધ્યયન કરવાનો લાભ લીધો અથો.
આ શિબિરની વિશેષતા એ રહી હતી કે દરરોજ શ્રી રામ જય રામ જય જય રામ’ ના મહામંત્રનું જીગ્નેશ તિલાવટ દ્વારા વિવિધ રાગ - રાગિણીઓ ગાયનના આધારે સંકીર્તન - ધ્યાન કરાવાયું હતું. સમગ્ર દિવસ દરમ્યાન પ્રાચીન ત્રષિ પરંપરા મુજબ મંત્રોપાસના - ધ્યાન - અધ્યાત્મિક પ્રવચનોઅને અધ્યાત્મિક પ્રશ્નોત્તરી દ્વારા કલિયુગના કપરા કાળમાં પણ સાધકોએ આનંદની હેલી અનુભવી હતી. ગૃરુકૃપા અને શાસ્ત્રકૃપા દ્વારા મોક્ષ માર્ગ પર આગળ ડગલા ભર્યાનો દરેક શિબિરાર્થીએ અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ આર્ષ અધ્યયન કેન્દ્રના સાધકોએ સંભાળી હતી.
---------.

Comments