Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા જેહાદી ડ્રગ્સકાંડમાં દિલ્હી બાદ દહેરાદુનમાં NCB  નવોધડાકો

19 May

હવે આંતરરાષ્ટ્રીય રેકેટમાં બોગસ લેબનો પર્દાફાશ




ગુજરાતમાં તપાસના આદેશ

મુંદરામાંથી એનસીબીએ ઝડપેલા ડ્રગ્સ હેરફેર કાંડની તપાસમાં નવા ખુલાસા : દહેરાદુનમાં લેબ ભાડે આપનાર ભારતીય શખ્સ જમીન માલક સંજયકુમાર પણ ઝડપાયો, લેબમાથી ર લાખથી વધુ કેપ્ટાગોન ડ્રગ્સની ગોળીઓ પણ બની હોવાનો થયો ખુલાસો : વધુ એક સિરિયન શખ્સની શોધખોળ શરૂ : બોગસ લેબ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ-ગુજરાત સહિત વિવિધ રાજયોને પણ તપાસના અપાયા આદેશ



ગાંધીધામ : કચ્છછ કનેક્શન મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ૧૯૬.૨ કિલો કેપ્ટાગોન ડ્રગ્સના તાર દિલ્હ્રી અને દેહ્રરાદૂનની ગ્ુાપ્ત પ્રયોગશાળા સાથે જોડાયા હોવા સમાન વિગતો સામે આવવા પામી રહી છે. ગૃહ્ર મંત્રાલય એક્શન મોડમાં દેશમાં ‘જેહ્રાદી ડ્રગ’ પકડાવાનો આ પ્રથમ કિસ્સો; કેન્દ્રીય ગૃહ્રમંત્રી અમિત શાહ્રે ના ઓપરેશનને બિરદાવ્યું.ગ્ુાજરાત એલર્ટ પર કચ્છ કે ગ્ુાજરાતના અન્ય ભાગોમાં આવી કોઈ ગેરકાયદેસર લેબ કાર્યરત નથી ને? કેન્દ્ર સરકારના આદેશથી રાજ્યની એજન્સીઓ ગ્ુાપ્ત તપાસમાં જોતરાઈ. ગ્ુાજરાતના કચ્છ સ્થિત મુન્દ્રા બંદર પરથી ઝડપાયેલા કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કમાં વધુ એક ચોંકાવનારો ધડાકો થયો છે. નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો એ આ કાંડના તાર શોધીને દિલ્હ્રી નજીક દેહ્રરાદૂન ખાતે ચાલતી એક હ્રાઈટેક અને બોગસ પ્રયોગશાળા  નો પર્દાફાશ કર્યો છે. આ પ્રયોગશાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘જેહ્રાદી ડ્રગ’ તરીકે કુખ્યાત એવા પ્રતિબંધિત કૃત્રિમ ઉત્તેજક ‘કેપ્ટાગોન’ નું ગેરકાયદેસર 
ઉત્પાદન થતું હ્રતું.મુન્દ્રાથી દિલ્હ્રી સુધી ફેલાયેલું નેટવર્કતાજેતરમાં જ એજન્સીઓએ બે અલગ-અલગ દરોડામાં કુલ ૧૮૨ કરોડની કિંમતનું ૨૨૭.૭ કિલો ‘કેપ્ટન દૂન’ (કેપ્ટાગોન) ડ્રગ્સ જપ્ત કર્યું હ્રતું. જેમાં ગ્ુાજરાતના મુન્દ્રા બંદર પર એક કન્ટેનરમાંથી ૧૯૬.૨ કિલો કેપ્ટાગોન મળી આવ્યું હ્રતું, જે સીધું સીરિયાથી આયાત કરાયું હ્રતું. તો વળી બીજીતરફ દિલ્હ્રીના નેબ સરાઈ વિસ્તારમાં એક ઘરમાંથી ૩૧.૫ કિલો કેપ્ટાગોન જપ્ત થયું હ્રતું, જે દેહ્રરાદૂનની આ બોગસ લેબમાં તૈયાર કરાયું હ્રતું.ભાડું દૈનિક ૫૦,૦૦૦! જમીન માલિક અને સીરિયન નાગરિક સકંજામાં છે તો ગત ૧૧ મેના રોજ મુખ્ય સૂત્રધાર એવા સીરિયન નાગરિક અલાબ્રાસ અહ્રેમદ ની ધરપકડ કરી હ્રતી. તેની આકરી 
પૂછપરછના આધારે એજન્સીએ શનિવારે રાત્રે દેહ્રરાદૂનની લેબ પર ત્રાટકી તેને સીલ કરી દીધી છે. ડ્રગ્સ બનાવવા માટે આ જગ્યા ભાડે આપનાર ભારતીય જમીન/ફેક્ટરી માલિક સંજય કુમાર (રહ્રે. સહ્રારનપુર) ની પણ  એ ધરપકડ કરી લીધી છે. સંજય કુમાર અગાઉ ૨૦૨૫ માં ફૂડ લાઇસન્સનો દુરુપયોગ કરવાના કેસમાં જેલ જઈ ચૂક્યો છે અને હ્રાલ જામીન પર હ્રતો. તે સીરિયન તસ્કરો પાસેથી રોજનું ૫૦,૦૦૦ ભાડું વસૂલતો હ્રતો. માત્ર ૧૪ દિવસમાં તે ૭ લાખ પડાવી ચૂક્યો હ્રતો અને આ દરમિયાન ત્યાં ૨ લાખથી વધુ ગોળીઓ (૩૨ કિલો ડ્રગ્સ) બની ચૂકી હ્રતી. આ કેસમાં ટેબ્લેટ બનાવવાની વ્યવસ્થા કરનાર વધુ એક સીરીયલ (સીરિયન) નાગરિકની શોધખોળ સાથે એજન્સીઓએ ચક્રગતિમાન કરી છે. આ ગોફ્રીઓ અત્યંત વ્યસનકારક હ્રોવાથી દુનિયાભરમાં પ્રતિબંધિત છે. ઉત્પાદન ખર્ચ ઓછો હ્રોવાથી તેને “ગરીબ માણસનું કોકેન“ પણ કહ્રે છે. પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં  જેવા આતંકવાદી સંગઠનોના લડવૈયાઓ લાંબો સમય જાગતા રહ્રેવા, ભય અને થાક ભૂલવા તેમજ આક્રમકતા વધારવા આ ડ્રગ્સનો ઉપયોગ કરે છે, તેથી તેને ‘જેહ્રાદી દવા’ કહ્રેવાય છે. આના આંતરરાષ્ટ્રીય સ્મગલિંગમાંથી થતી કમાણી આતંકી ફંડિંગનો મુખ્ય સ્ત્રોત છે. મુન્દ્રા પોર્ટ પર આટલો મોટો જથ્થો ઉતરતા અને દિલ્હ્રી-ઉત્તરાખંડમાં સ્થાનિક લેબ પકડાતા કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ ભારે હ્રરકતમાં આવી છે. કેન્દ્ર સરકારના કડક આદેશથી હ્રવે કચ્છ અને સમગ્ર ગ્ુાજરાત રાજ્યમાં ગ્ુાપ્ત તપાસના આદેશ આપી દેવાયા છે. રાજ્યમાં ક્યાંય પણ આવી કોઈ કેમિકલ કે બોગસ લેબ ચાલતી નથી ને, તેની ખરાઈ કરવા માટે સ્થાનિક પોલીસ અને ગ્ુાપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એ તમામ રાજ્યોને કાળા કાચવાળી બારીઓ ધરાવતા બંધ પરિસરો, અસામાન્ય રાસાયણિક ગંધ, વધુ પડતો વીજળીનો વપરાશ અને લેબલ વગરના શંકાસ્પદ કેમિકલ બોકસની હ્રેરફેર થતી હ્રોય તેવી જગ્યાઓ પર કડક નજર રાખવા એડવાઈઝરી જાહ્રેર કરી દેવાઈ હોવાનુ પણ જાળવા મળી રહ્યું છે.

..........


આ બિહારી ગેંગ કોણ છે? તેના ચહેરા કરો બેનકાબ!


બોરાઈનો સખ્સ તો માત્ર ફોલ્ડરીયો છે, તેના આક્કાઓ એટલે 
આદિપુરના બંટી-લાકડાના બની બેઠલ વેપારીની ત્રિપુટી ને દબોચો..!


આ ટોળકીમાં રહેલા કયા રાજુનો ભાઈ મુંબઈમાં થોડા સમય પહેલા જ કસ્ટમમાંથી મોટા હોદા પરથી રીટાયર્ડ થયો છે? : બંટી તો અગાઉ ભુજ પાલારા જેલમાં રીંગણાનું શાક અને રોટલાનો સ્વાદ પણ ચાખી આવ્યો હોવાની છે ચર્ચા : સોપારી દાણચોરી, એમએચઓની આડમાં  ડિજલ સ્મગલીંગની આ ત્રિપુટીની છે સારી ફાવટ

ગાંધીધામ : મુંદરામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કાંડમાં એનસીબીએ બારોઈના એક શ્ખસને ઉઠાવ્યાની ચર્ચા થાય છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, બારોઈનો આ શખ્સ તો માત્ર એક ફોલ્ડરીયો છે. હકીકતમાં તો તેના આક્કાઓ કોણ છે? તે શોધવાની તાતી જરૂરીયાત છે. કહેવાય છે કે આ ફોલ્ડરીયો તો આદિપુરના બંટી અને લાકડાનો એક બની બેઠલ વેપારી કે જે પાછલા અમુક સમયથી નીતનવા ધાર્મિક નાટકો પણ કરી અને ખુદને સફેદપોશ-પાક સાફ દેખાડવાના પ્રયાસો કરી રહ્યો છે તેની ભુમિકાઓ ચકાસવાની જરૂર છે.

..........


સીબીઆઈ કરે તપાસ : મુંદરામાં પોર્ટના લીધે નહી પણ અમુક ભ્રષ્ટ કસ્ટમબાબુઓના લીધે બને છે સોફટતાર્ગેટ


ગાંધીધામ : મુંદરામાં કરોડોના ડ્રગ્સ સહીતના કારનામાઓ પકડાઈ રહ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, મુદરા જ કેમ આવા કૃત્યો માટે નિશાને આવે છે. મુંદરા પોર્ટની તો સુરક્ષા વ્યવસ્થા વિશ્વ કક્ષાની રહેલી છે પોર્ટના લીધે નહી પણ અહી ફરી ફરીને ગોઠવાઈ જતા કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો અને તેમના કારનામાઓના લીધે જ આવા કૃત્યો અહી સામે આવી રહ્યા છે. સીબીઆઈએ તપાસ કરવી જોઈએ કે, આવા કારનામાઓ પાછળ કોણ છે? કયા એવા ભ્રષ્ટ બાબુઓ છે કે જે બદલાયા પછી પણ ફરી ફરીને મુંદરામાં જ ગોઠવાઈ છે? આ માટે સીબીઆઈએ જીણવટભરી તપાસ કરવાની જરૂર દર્શાઈ રહી છે.

........



 

Comments

COMMENT / REPLY FROM