રવાપર પાણી પ્રશ્ને જિલ્લા મથકે રૂબરૂ મુલાકાત કરી કાયમી ઉકેલવવા કરાઈ રજૂઆત
નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના રવાપર સહિત વિસ્તારના પાણી પ્રશ્ને કચ્છ જિલ્લા મથકે જિલ્લા જલ સેવા કેન્દ્ર ખાતે કાર્યપાલક ઈજનેર કૈલાસબેન મેવાડા અને નખત્રાણા ઈન્ચાર્જ કૌશિક વાઘેલાને નેત્રા જિલ્લા પંચાયતના સભ્ય નેહાબેન રૂપારેલ, તા.પં. સભ્ય અશ્વિન રૂપારેલ, પ્રદેશ કોંગ્રેેસ મંત્રી એસસી સેલ વેરશી મહેશ્વરી, અ. જાતિ જિલ્લા ચેરમેન નરેશ મહેશ્વરી, સરપંચ પરેશભાઈ રૂપારેલ સહિતના આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી પાણીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.
છેલ્લા લાંબા સમયથી ૪પ૦ની લાઈનથી અપાતું પાણી અનિયમિત હોઈ છેલ્લા છ માસથી ખાતરી અપાયા છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હાલે ગામના સરપંચ પરેશભાઈ રૂપચારેલ દ્વારા વૈકલ્પિક રૂપે ટેન્કર દ્વારા પાણી અપાય છે તે કેટલો સમય આપવો તેવો પ્રશ્ન પણ કર્યો હતો. આ પ્રશ્ને કૈલાસબેન મેવાડા દ્વારા તપાસ હાથ ધરી ટૂંક સમયમાં ઉકેલ લાવવા નવા બોરવેલ સહિત નવાવાસ સંપથી ઘટતું પાણી અને દૈનિક પાણી આપવા જરૂરી સૂચન કરી સહયોગ આપવાની ખાતરી અપાઈ હતી. આ પ્રશ્ને તા.પં. સભ્યએ ૬૦૦થી પાણીની લાઈનમાંથી કનેક્શન આપવા મંગ કરી વહેલી તકે પ્રશ્ન નહીં ઉકેલાય તો લોકોને લાઈનમાંથી કનેક્શન લેવાની ફરજ પડશે તેવી ચિમકી સાથે એક સપ્તાહમાં કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરી હતી.
---------------

Comments