Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રમત જગત

સાંસદ ડે - નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરરોજ ૨૪ રોમાંચક મેચો

18 May


મીરઝાપર ગ્રાઉન્ડ ખાતે તેરમાં દિવસ અને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પંદરમા દિવસની મેચ રોમાચાકતા જોવા મળી 

ભુજ - કચ્છઉદય : જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન- ૪ના ૧૩માં દિવસે મીરઝાપર અને ૧૫માં દિવસે જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. 
સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ, મોરબી, માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. પંદરમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ સમા વોરિયર્સ ઇલેવન અને અબ્રા ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી, જેમાં અબ્રા ઇલેવન ભુજની ટીમ વિજેતા થઈ હતી, બીજી મેચ સહાના ઇલેવન ભુજ અને ફાઇટર ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી, જેમાં ફાઇટર ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ ગાજી ઇલેવન અંજાર અને ધોરમનાથ ઇલેવન ચંદ્રનગર વચ્ચે રમાઇ હતી, જેમાં ધોરમનાથ ઇલેવન ચંદ્રનગરની જીત થઈ હતી. ચોથી મેચ પાંડિ ઇલેવન ભુજ અને આશાપુરા ગ્રાફિક ઇલેવનભુજ વચ્ચે રમાઇ હતી, જેમાં પાંડિ ઇલેવન ભુજની જીત થઈ હતી. પાંચમી મેચ જય માતાજી ઇલેવન કાદિયા નાના  અને બારણકૃપા ઇલેવન સણોસરા વચ્ચે રમાઇ હતી, જેમાં બારણ કૃપા ઇલેવન સણોસરાની ટીમ વિજેતા થઈ હતી, જયારે છઠ્ઠી મેચ બ્રધર્સ ઇલેવન ભુજ અને રોક સ્ટાર ઇલેવન ચકાર વચ્ચે રમાઇ હતી, જેમાં બ્રધર્સ ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
------

Comments

COMMENT / REPLY FROM