મુંદરાથી ભુજ આવી રહેલી બસમાં ટ્રેઈલર ભટકાતા દોડધામ
મુંદરા - કચ્છઉદય : મુંદરાના શક્તિ નગર પાસે સોમવારે બપોરે મુન્દ્રા -ભુજ રૂટની બસને પાછળથી આવી રહેલા ટ્રેઈલરે ટક્કર મારી હતી. અકસ્માતના પગલે બસના પાછળના ભાગને ભારે નુકશાન પહોંચ્યું હતું. જો કે, સદનશીબે કોઈ જાનહાની થઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર મુંદરાથી ભુજ તરફ આવતી બસમાં ૩૦થી ૩પ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં ટ્રેઈલર ભટકાતા લોકોની ચિચિયારીઓ જોવા મળી હતી, પરંતુ બસમાં સવાર કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી. ઘટના અંગે મુન્દ્રા એસટી ડેપો મેનેજર વિશાલગર ગુંસાઈએ જણાવ્યું હતું કે, મુન્દ્રાથી ભુજ તરફ જતી બસમાં ૩૦થી ૩૫ મુસાફરો હતા અને કોઈને ઈજા થઇ ન હતી. તેમજ ટ્રેલર ચાલક વિરૂધ મુન્દ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---

Comments