વર્ધમાનનગરના બે રત્નોને કલગી એવોર્ડ-૨૦૨૬ અર્પણ કરાયો
ભુજ - કચ્છઉદય : જયશ્રી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર કચ્છમાં વિશિષ્ટ કામગીરી બદલ કચ્છ કલગી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. સ્મૃતિવન ભુજ મધ્યે યોજવામાં આવેલ સમારોહમાં વર્ધમાનનગરનાં બે રત્નોને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ “કચ્છ કલગી એવોર્ડ’’ ૨૦૨૬ અર્પણ કરાયો હતો.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સમગ્ર કચ્છમાં ચાલી રહેલી તેમની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઇ ‘સમાજરત્ન’ એવોર્ડ અર્પણ કરાયો હતો. વર્ધમાનનગર ગ્રામ પંચાયતના યુવા સરપંચ અને સામાજીક કાર્યકર રોનિત પી. શાહને સમાજ સેવા ક્ષેત્રે કચ્છ કલગી એવોર્ડ-૨૦૨૬ સમાજ સેવા એવોર્ડ અર્પણ કરાયો હતો. આ એવોર્ડ મિલનભાઇ સોની, દેવ્યાનીબેન સોની, સુભાષભાઇ બી. સોની, કચ્છી સાહિત્યકાર ડો. કાન્તીભાઇ ગોર, નવલકથા સાહિત્યકાર ગૌતમભાઇ જોષી, ડો. દક્ષાબેન મહેતા, પારૂલબેન પટેલ, અનિરૂદ્ધભાઇ આહિર અને રામ મોરી સાહેબનાં હસ્તે શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
-----------

Comments