Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા કેપ્ટાગોન ડ્રગ્સ કેસમાં ચોંકાવનારા નવા કડાકા-ભડાકા :   સીરિયાથી દિલ્હી- યુએઈ સુધી આંતરરાષ્ટ્રીય તારના ભણકારા

17 May

સાઉદી અરબ-ઈરાક-જોર્ડન ડ્રગ્સ વાયા ભારત મારફતે સપ્લાય થયું!


એનસીબીએ મુંદરામાં કરોડોનો ડ્રગ્સ દિલ્હીમાં ઝડપાયેલા સીરીયન ડ્રગ્સ માફીયાની લીંકમાથી ઝડપ્યો : સીરીયાથી આવેલ કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો ભારતમાં નહી પણ ભારત બહાર અન્ય દેશોમાં સપ્લાય થતો હોવાની પણ ફેલાઈ ગંધ : દિલ્હીમાં ઝડપાયેલ સીરીયન નાગરીક કડક પુછતાછમાં હવે કેવા વંટાણા વેરશે? કચ્છ-મુંદરા-આદિપુરથી લઈ અને ઠેરઠેર વકરેલી આ સિન્ડીકેટમાં ફેલાયો છે મોટો ફફડાટ : આરબ દેશોમાં કેપ્ટાગ્રોન ડ્રગ્સના ચલણનું વકરેલુ છે મોટું દુષણ

કેન્દ્રીય ગૃહમંત્રી-ગુજરાતી સપુત અમિતભાઈ શાહની આગવી સુઝબુજ સાથેના સચોટ માર્ગદર્શનથી એનસીબી જેવી એજન્સીએ પાડયો છે સફળ દરોડો



ગાંધીધામઃ કચ્છના મુન્દ્રા બંદર પરથી તાજેતરમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) દ્વારા કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત ‘કેપ્ટાગોન’ ડ્રગ્સ ઝડપી પાડવાના પ્રકરણમાં સનસનાટીભર્યા કડાકા-ભડાકા સામે આવી રહ્યા છે. આ મામલે હજુ સુધી સત્તાવાર વિગતો 
સંપૂર્ણપણે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના હવાલેથી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના નેટવર્કને લઈને અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણકારોના મતે, એનસીબીની ટીમે આ વિશિષ્ટ ડ્રગ્સની હેરાફેરી પર લાંબા સમયથી ખાસ વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન દિલ્હીમાં રહેતા સીરિયાના એક નાગરિકને દબોચી લેવામાં આવ્યો હતો, જે આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે. આ સીરિયન ડ્રગ માફિયાની કડક પૂછપરછ કરવામાં આવતા જ અકલ્પનીય વિગતો સામે આવી હતી અને તપાસના દોર સીધા કચ્છના મુન્દ્રા પોર્ટ સુધી લંબાયા હતા, જ્યાંથી એનસીબીએ આ ડ્રગ્સનો મોટો જથ્થો રિકવર કરીને આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની મોડસ ઓપરેન્ડી (ગુનાની પદ્ધતિ) જોતા તપાસકર્તા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, આ ડ્રગ્સને સીરિયાથી વાયા મુન્દ્રા થઈને દિલ્હી લાવવામાં આવ્યું હતું અને ત્યાંથી તેને અન્ય દેશોમાં રી-એક્સપોર્ટ (પુનઃ નિકાસ) કરવાની પેરવી ચાલતી હતી. આ ડ્રગ્સ સિન્ડિકેટ ભારતને માત્ર એક સુરક્ષિત ‘ટ્રાન્ઝિટ રૂટ’ તરીકે વાપરી રહી હતી. સીરિયાથી ગેરકાયદેસર રીતે મુન્દ્રા પોર્ટ પર આ માલ આવ્યા બાદ, લોકલ સ્તરે તેનું અલગથી નવું પેકિંગ તૈયાર કરવામાં આવતું હતું. ત્યારબાદ કાયદેસરના વ્યાપારી માલસામાનની આડમાં આ જથ્થો ભારતમાંથી એક્સપોર્ટ દર્શાવીને યુએઈ (અબુધાબી) જેવા ખાડીના દેશોમાં સપ્લાય કરવાનું સુનિયોજિત નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું. સીરિયન નાગરિક પકડાઈ જતાં આ આખી ચેઈન તૂટી ગઈ છે, પરંતુ હવે આ કેસમાં સ્થાનિક કડીઓની ભૂમિકા પર મોટા સવાલો ઉભા થયા છે. મુન્દ્રા, આદિપુર અને ગાંધીધામની કઈ-કઈ સ્થાનિક શંકાસ્પદ એજન્સીઓ કે કડીઓ આ કાળા કારોબારમાં સામેલ હતી અને 
પોર્ટ પર કયા ભ્રષ્ટ વહીવટી તત્વો કે અધિકારીઓની મિલીભગતથી આ માલ બોર્ડર પાર થયો, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે એનસીબી હવે આગામી દિવસોમાં કેટલી તટસ્થ અને ઊંડી તપાસ કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


............................

૧. કેપ્ટાગોન ડ્રગ શું છે? મુંદરામાં ભારતનો પ્રથમ કિસ્સો આવ્યો સામે.! 

ગાંધીધામ : મૂળ નામ : તે હ્લીહીંરઅઙ્મઙ્મૈહી (ફેનેથિલીન) નામનું એક સિન્થેટિક એમ્ફિટેમાઈન કેમિકલ છે.બદનામ નામઃ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી ડ્રગ  અથવા ગરીબોનું કોકેઈન” તરીકે ઓળખવામાં આવે છે.અસરઃ આ ગોળીઓ ખાધા પછી માણસની ઊંઘ અને ભૂખ ગાયબ થઈ જાય છે, થાક લાગતો નથી અને શરીરમાં અદભુત એનર્જી (ઉત્સાહ) આવી જાય છે. યુદ્ધના મેદાનમાં આતંકીઓ ડર ભગાડવા અને લાંબા સમય સુધી લડવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ કરતા આવ્યા છે. મિડલ ઈસ્ટ (આરબ દેશો) માં આ ડ્રગનું બંધાણ ખૂબ વધારે છે.

...........................

૨. મુંદ્રા પોર્ટ પર કઈ રીતે પકડાયું? 


ગાંધીધામ : તાજો કેસ (ઓપરેશન રેજપિલ)ઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ? ૧૮૨ કરોડની કિંમતનું કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.ભારતમાં પ્રથમ કેસઃ ભારતના ઈતિહાસમાં કેપ્ટાગોન ડ્રગ્સ પકડાયો હોય તેવો આ સૌપ્રથમ કિસ્સો છે. કેન્દ્રીય 
ગૃહમંત્રી અમિત શાહે ર્‘ીંટ્ઠિર્ૈંહ ઇટ્ઠખ્તીૈઙ્મઙ્મ’ હેઠળ આ સફળતા મેળવી હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.

.........................

૩. મુંદરા-ભારતનો ઉપયોગ ટ્રાન્સઝીટ રૂટ પુરતો જ.! 

ગાંધીધામ : ટ્રાન્ઝિટ રૂટઃ આ ડ્રગ્સ મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયાના દેશો) તરફ મોકલવામાં આવી રહ્યું હતું અને ભારતનો ઉપયોગ માત્ર એક ‘ટ્રાન્ઝિટ રૂટ’ (માધ્યમ) તરીકે થતો હતો. આ કેસમાં એક વિદેશી નાગરિકની ધરપકડ પણ થઈ છે.


.............................

૪. મુંદરામાં સ્મગલિંગની મોડસ ઓપરેન્ડી શું હોય છે ? 

ગાંધીધામ : સ્મગલર્સ પકડાવાથી બચવા માટે અવનવી અને અસાધારણ પદ્ધતિઓ અપનાવે છેઃ કન્સીલમેન્ટ 
(છુપાવવાની કળા)ઃ તેઓ આ ડ્રગ્સની ગોળીઓને ઔદ્યોગિક મશીનરી, મોટા મશીનોના રોલર્સ, સીલબંધ ફૂડ કન્ટેનર્સ (જેમ કે ખજૂર, અથાણાં કે ચીઝના ડબ્બા) ની અંદર ખાસ ખાના બનાવીને છુપાવે છે.કાર્ગો બદલવોઃ અગાઉ મુંદ્રા 
પોર્ટ પર જે રીતે ટેલ્કમ પાવડર કે પથ્થરોની આડમાં હેરોઈન 
છુપાવાતું હતું, તેવી જ રીતે આ કેપ્ટાગોન ગોળીઓને પણ લીગલ કમર્શિયલ સામાન (કાપડ, કન્સ્ટ્રક્શન મટીરીયલ) ની વચ્ચે પેક કરી દેવાય છે. આધુનિક ટેકનોલોજીઃ બોર્ડર ક્રોસ કરવા માટે સ્મગલર્સ હવે ય્ઁજી ટ્રેકિંગ વાળા અને રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન અને ખાસ પ્રકારના ફુગ્ગાઓ નો પણ ઉપયોગ કરી રહ્યા છે.

...................................

પ. સીરિયા કેમ આનું મુખ્ય સપ્લાયર છે?

ગાંધીધામ : સરકારી પીઠબળ (ભૂતકાળ)ઃ સીરિયામાં ચાલેલા લાંબા ગૃહયુદ્ધ દરમિયાન ત્યાંની બશર અલ-અસદની સરકારે પોતાની કંગાળ આર્થિક સ્થિતિને ટકાવી રાખવા માટે આ ડ્રગના ઉત્પાદનને સરકારી સ્તરે પ્રોત્સાહન આપ્યું હતું. સીરિયાની સેનાના ઉચ્ચ અધિકારીઓ આ કાળા કારોબારમાં સામેલ હતા. બજારનું કદઃ એક અંદાજ મુજબ આ ગેરકાયદેસર કેપ્ટાગોન માર્કેટ ઇં૫૭ બિલિયન (અબજ ડોલર) જેટલું મોટું હતું, જે મેક્સિકન ડ્રગ કાર્ટેલ કરતાં પણ ૩ ગણું વધારે છે. સીરિયાના લતાકિયા પોર્ટ પરથી આ ડ્રગ આખી દુનિયામાં સપ્લાય થતું હતું. હાલની સ્થિતિઃ જો કે, સીરિયામાં સત્તા પલટાયા બાદ નવી વચગાળાની સરકારે આ ડ્રગના અડ્ડાઓ અને લેબોરેટરીઓ પર મોટા પાયે દરોડા પાડીને તેને તોડી પાડી છે, પરંતુ હજી પણ સીરિયાની સરહદો પર સક્રિય ગુનાહિત ગેંગ આ નેટવર્ક ચલાવી રહી છે અને ત્યાંથી સાઉદી અરેબિયા, જોર્ડન અને ઈરાક જેવા દેશોમાં ડ્રગ્સ મોકલે છે.

...........................

કેવી રીતે પકડાયું ?


ગાંધીધામ : એક વિદેશી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી માહિતીના આધારે દ્ગઝ્રમ્ને જાણવા મળ્યું હતું કે કૅપ્ટાગૉનની દાણચોરી માટે ભારતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પૉઇન્ટ તરીકે થઈ રહ્યો છે. આ જાણકારી બાદ દ્ગઝ્રમ્એ નવી દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં એક ઘર શોધી કાઢ્યું હતું અને ૧૧ મેએ ઘરની તપાસ દરમ્યાન ચપાતી-કટિંગ મશીનમાં છુપાવવામાં આવેલી આશરે ૩૧.૫ કિલો કૅપ્ટાગૉનની ગોળીઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સિરિયન નાગરિક ૨૦૨૪ની ૧૫ નવેમ્બરે પ્રવાસી-વીઝા પર ભારતમાં આવ્યો હતો, પરંતુ તેના વીઝા ૨૦૨૫ની ૧૨ જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયા હતા અને તે ગેરકાયદે રીતે રહેતો હતો. તેણે નેબ સરાયમાં એક ઘર ભાડે રાખ્યું હતું. આરોપીની 
પૂછપરછ બાદ ૨૦૨૬ની ૧૪ મેએ ગુજરાતના મુન્દ્રામાં કન્ટેનર ફૅસિલિટેશન સ્ટેશન ખાતે એક કન્ટેનરમાંથી આશરે ૧૯૬.૨ કિલો કૅપ્ટાગૉન પાઉડર મળી આવ્યો હતો. આ પાઉડર ઘેટાંના ઊનની આયાતની આડમાં સિરિયાથી આયાત કરવામાં આવ્યો હતો. કન્ટેનરની સઘન તપાસમાં ૩ બૅગમાં છુપાયેલો ૧૯૬.૨ કિલો કૅપ્ટાગૉન પાઉડર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલો માલ ગલ્ફ ક્ષેત્ર, ખાસ કરીને સાઉદી અરેબિયા અને અન્ય મધ્યપૂર્વીય દેશો માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં કૅપ્ટાગૉનનો દુરુપયોગ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ ઑપરેશન હેઠળ કુલ ૨૨૭.૭ કિલો કૅપ્ટાગૉન પાઉડર જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં આશરે ૧૮૨ કરોડ રૂપિયા છે.

 

Comments

COMMENT / REPLY FROM