Trending News
સ્થાનિક સમાચાર

કંડલા પોર્ટ પર ૨૦ હજાર ટન એલપીજી  સાથે ‘સિમી’ જહાજની સફળ એન્ટ્રી, ઓઇલ જેટી-૧ પર ડોકિંગ પૂર્ણ

17 May


ગાંધીધામ - કચ્છ ઉદયઃ  કચ્છના કંડલા પોર્ટ પર મહત્વપૂર્ણ એલપીજી શિપમેન્ટ પહોંચી છે. ‘સિમી’ નામનું જહાજ અંદાજે ૨૦ હજાર ટન એલ.પી.જી. લઈને કંડલા પોર્ટ પર સફળતાપૂર્વક આવ્યું છે. આ જહાજે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પ્રવેશ કર્યો હતો અને ૧૩ મેના રોજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે જહાજને કંડલા પોર્ટની ઓઇલ જેટી નંબર-૧ પર સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં એલપીજી અનલોડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કંડલા 
પોર્ટ પર આ મોટી શિપમેન્ટની આવકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, જે દેશની ઊર્જા સપ્લાય વ્યવસ્થાને વધુ મજબૂતી આપશે.

Comments

COMMENT / REPLY FROM