Trending News
સ્થાનિક સમાચાર

નાના કપાયાની વલ્લભ વિદ્યાલયમાં કરંટ લાગવાથી કિશોરનું મોત 

17 May


ભુજ - કચ્છ ઉદય : મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે વલ્લભ વિદ્યાલયમાં આવેલા બીજા માળે કરંટ લાગવાના કારણે કિશોરનું મોત થયું હતું. આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના હાલે નાના કપાયામાં હોટલ ફનની પાછળ આવેલ વલ્લભ વિદ્યાલયમાં રહેતા ૧૭ વર્ષિય સાગર કલ્યાણ જાટવનું મોત થયું હતું. સવારે સવા આઠ વાગ્યાના અરસામાં મરણ જનાર ભુલથી ઈલેકટ્રીક વાયરને અડી જતા શોર્ટ લાગવાના કારણે મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં કરંટ લાગવાના બનાવોમાં ચિતાજનક વધારો આવ્યો છે. 
 

Comments

COMMENT / REPLY FROM