ગાંધીધામમાં હોટેલની આડમાં ચાલતું માદક પદાર્થનું નેટવર્ક ઝડપાયું
LCB પોલીસે રૂ. ૪.૦૨ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી
ગાંધીધામઃપૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે બાતમીના આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર આવેલ નિલકંઠ પાર્કિંગમાં સ્થિત ‘જય શ્રી બાબા રામદેવ હોટેલ’ (જવાહરનગર) પર દરોડો પાડીને ગેરકાયદેસર માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ-બી માં ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦ ૬૨૬૦૫૫૧ / ૨૦૨૬ થી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૧૫(બી), અને ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દસ્તાવેજ અનુસાર ગુનાનો સમય તા. ૧૫/૦૫/૨૦૨૬ ના ૨૧ઃ૩૦ કલાકે અને તા. ૧૬/૦૫/૨૦૨૬ ના ૦૦ઃ૧૫ કલાકનો છે.પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છેઃ ૧. મનોહરરામ જગમાલરામ રાઇડ (બિશ્નોઈ)ઃ (ઉંમર ૨૬ વર્ષ), રહે. હાલ - નિલકંઠ પાર્ક રામદેવ હોટેલ, જવાહરનગર, તા. ગાંધીધામ (મૂળ રહે. અનવાના, તા. બાવળી, જિ. જોધપુર, રાજસ્થાન) - (ધરપકડ) ૨. ચુનારામ ભગારામ ખોત (જાટ)ઃ (ઉંમર ૪૬ વર્ષ), રહે. હાલ - નિલકંઠ પાર્ક રામદેવ હોટેલ, જવાહરનગર, તા. ગાંધીધામ (મૂળ રહે. સવા કી બેરી, મીઠારા ખુડ, તા. ધોરીમન્ના, જિ. બાલોતરા, રાજસ્થાન) - (ધરપકડ)૩. દેવારામ ઉર્ફે દેવો ગુમનારામઃ રહે. મૂળ રાજસ્થાન - (હાજર મળી આવેલ નથી) ૪. અનિલ મેઘવાળઃ રહે. નીમચ, મધ્યપ્રદેશ (મોબાઈલ નંબરઃ ૯૭૫૨૮ ૦૦૪૬૬) - (હાજર મળી આવેલ નથી)આરોપીઓ પોતાની હોટેલમાં કોઈપણ પાસ કે પરમિટ વગર વેચાણ કરવાના ઈરાદે ગેરકાયદેસર માદક
પદાર્થ રાખતા હોવાનું ખુલ્યું છે. આ સફળ કામગીરી પૂર્વ કચ્છ ગાંધીધામ ન્ઝ્રમ્ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ટી. ડી.જી. પટેલ (મોબાઈલ નં. ૯૫૫૫૮૫૦૯૯૪), ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના યુ.એચ.સી. પ્રવિણકુમાર રામતીર્થ તથા આદિપુર પોલીસ સ્ટેશનના
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.સી.વાળા સાહેબ અને તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
.............................
પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ. ૪,૦૨,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
• માદક પદાર્થ (પોષડોડાના ઠાલીયા)ઃ વજન ૧૯.૫૦૦ કિલોગ્રામ (કિંમત રૂ. ૨,૯૨,૫૦૦/-) • રોકડા રૂપિયાઃ રૂ. ૭૦,૦૦૦/- • મોબાઈલ ફોનઃ કુલ ૦૪ નંગ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-) • અન્ય સામગ્રીઃ પૂંઠાના બોક્સ (૦૨ નંગ), પ્લાસ્ટિકની પારદર્શક કોથળી (૦૧ નંગ) તથા અન્ય પ્લાસ્ટિકનો કોથળો (૦૧ નંગ).
...................................
ગુનાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી)
ગાંધીધામ :પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નં. ૧ અને ૨ પોતાની કબજા ભોગવટાની હોટેલમાં આ નશાનો કારોબાર ચલાવતા હતા. આ માદક પદાર્થનો જથ્થો આરોપી નં. ૩ (દેવારામ) દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને આરોપી નં. ૪ (અનિલ મેઘવાળ) એ આ જથ્થો વેચાણ અર્થે પૂરો પાડી આપ્યો હતો. આમ, ચારેય
આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને આ ગુનાહિત કૃત્ય
આચર્યું છે.

Comments