Trending News
ક્રાઈમ

ભચાઉ પોલીસે ઈગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીનેઝડપી પાડ્યો : અન્ય એકની શોધખોળ શરૂ

17 May


ગાંધીધામઃ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી.ઝાલાની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી કે સહદેવસિંહ પ્રધુમનસિંહ ઝાલા (ઉંમર વર્ષ ૩૮, રહે. કુંભારડી, તા. ભચાઉ) નામનો વ્યક્તિ કુંભારડી પોસ્ટ ઓફીસની પાછળના ભાગે આવેલા એરટેલ કંપનીના ટાવર પાસે બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને તેનું વેચાણ કરી રહ્યો છે અને હાલમાં પણ તેની આ પ્રવૃત્તિ ચાલુ છે. આ ચોક્કસ બાતમીના આધારે ભચાઉ પોલીસે ઉક્ત સ્થળે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરતા ત્યાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના  દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી સહદેવસિંહ પ્રધુમનસિંહ ઝાલાને ઘટનાસ્થળેથી ઝડપી લીધો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી સલીમ (રહે. વોંધ, મોબાઈલ નંબર ૯૫૫૮૪૭૦૬૫૪) હાજર નહીં મળી આવતા તેને પકડવાનો બાકી દર્શાવવામાં આવ્યો છે.  
પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી જુદી જુદી બ્રાન્ડનો દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ. ૧૬,૨૧૦/- ની કિંમતની ૮ પી.એમ. સ્પેશીયલ રે૨ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૩૪ બોટલો, રૂ. ૭,૮૨૦/-ની કિંમતના રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમીયમ વ્હિસ્કીના ૧૮૦ એમ.એલ.ના ૪૮ ક્વાટરીયા, રૂ. ૧૩,૩૬૫/- ની કિંમતના મિડનાઈટ જામુન વોડકાના ૧૮૦ એમ.એલ.ના ૮૧ કવાટરીયા, રૂ. ૧૩,૭૦૦/- ની કિંમતના અંકલ ટોમ ગ્રીન એપલ ફ્લેવરેડ વોડકાના ૧૮૦ એમ.એલ.ના ૪૮ કવાટરીયા તેમજ રૂ. ૧૦,૫૦૦/- ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન સામેલ છે. આમ, પોલીસે કુલ રૂપિયા ૫૮,૯૧૫/- નો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર સફળ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના 
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા ભચાઉ પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM