વાગડમાં નર્મદા કેનાલના વાટે દારૂની હેરફેરના મોટા નેટવર્કની ગંધ
ટોલનાકા સહિતના વીસ્તારોમાથી દારૂવાળી ગાડીના ચાલકને શોધવાના બદલે રણવાટે વોચ રાખો તો આખેઆખું દારૂનું ધમધમતું નેટવર્ક ખુલવા પામશે : જાણકારોનો ઈશારો
વિદેશી દારૂ ભરેલી ફોર્ચયુનર ગાડી સાથે ૧૩.ર૬ લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુદામાલ રાપર પોલીસે ઝપ્ત કર્યો : ગાડી ચાલક ફરાર
નાની નાની ઈનોવો-બોલેરો પીકઅપ જેવી ગાડીઓમાં થોડો થોડો જ જથ્થો માંગ અનુસાર આ પટ્ટેથી આવી ગણતરીની મીનિટમાં થઈ જાય છે કટીંગ : પોલીસ દરોડાનું વિચારે તે પહેલા તો માલ કટીંગ પણ થઈ જાય છે, અને જો કદાચ વાહન પકડાય તો કોઈ મોટો કેસ પણ ન થાય તે માટે આ પ્રકારે ચાલે છે નેટવર્ક
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે રાપર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફતેહગઢ નર્મદા કેનાલ પાસે એક સફળ રેઇડ કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો તેમજ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર ગાડી સહિત કુલ ૧૩,૨૬,૬૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તાલીમબદ્ધ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ અને બાતમીના આધારે ફતેહગઢ નર્મદા કેનાલ પાસે રેઇડમાં હતો. તે દરમિયાન એક શંકાસ્પદ ફોર્ચ્યુનર ગાડી આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની હાજરી જોઈને ફોર્ચ્યુનર ગાડીનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ બિનવારસી મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ ટીમ દ્વારા સદર ગાડીની કાયદેસરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો, ક્વાટરિયા અને બીયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
..............................
કાયદેસરની કાર્યવાહી અને જપ્ત કરેલ મુદ્દામાલ
પોલીસે આ કેસમાં મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂ/બીયરની કુલ સંખ્યાઃ ૩,૬૮૪ નંગ (કિંમત ૫,૧૬,૬૬૦/-) મોબાઈલ ફોનઃ ૧ નંગ (વિવો કંપનીનો, કિંમત ૧૦,૦૦૦/-) વાહનઃ ફોર્ચ્યુનર ગાડી (રજીસ્ટર નંબરઃ ય્ત્ન-૦૮-ઝ્રસ્-૧૮૦૧, કિંમત ૮,૦૦,૦૦૦/-) કુલ જપ્ત મુદ્દામાલઃ ૧૩,૨૬,૬૬૦/-
.................
આરોપીઓની વિગત
૧. સદારામ મેવારામ (રહે. બાડમેર, રાજસ્થાન - માલ મંગાવનાર/મોકલનાર) ૨. ફોર્ચ્યુનર ગાડીનો ચાલક (જે રેઇડ દરમિયાન નાસી ગયેલ છે) ૩. તપાસ દરમિયાન અન્ય જે
આરોપીઓના નામ ખૂલે તે તમામ.
..................
ગુના રજીસ્ટર નંબર અને કલમ
રાપર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૦૨૭૦૨૪૮/૨૦૨૬ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ એચ.વી. કાતરીયા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, રાપર) ચલાવી રહ્યા છે.

Comments