અંજારમાં પ્રૌઢનું શંકાસ્પદ સંજોગોમાં મોતઃ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ
અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પ્રૌઢનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર તાલુકાના વરસામેડી ખાતે આવેલા મારુતિનગર-૩, દિવ્યારમાં પ્લોટ નંબર ૪૦, ૪૧/સી માં રહેતા ૪૭ વર્ષીય સુભાષચંદ્ર શ્રીચંદ્ર બાજપાઈ રાત્રે પોતાના ઘરે સુતા હતા, જેઓ સવારે કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના અંગે અંજાર પોલીસ મથકે અકસ્માત મોત (અ.મોત) નંબર ૫૬/૨૦૨૬ અન્વયે મ્દ્ગજીજી કલમ ૧૭૪ મુજબ નોંધ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પાર્થિવ દેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે આદિપુરની સરકારી સીએચસી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ મામલે હોસ્પિટલના ડૉ. શ્રી નિતેશ કવાડ અને રાજકુમાર વર્મા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના ઇન્ક્વેસ્ટ ભરવા માટેની યાદી મામલતદાર શ્રી ગાંધીધામને મોકલી આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી બલભદ્રસિંહ એમ. જાડેજા તથા એ.એસ.આઈ. કિશોરભાઈ ડોડીયા ચલાવી રહ્યા છે, જ્યારે આ કેસની આગળની
ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે.

Comments