રાપર આઈટીઆઈ ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૬ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
રાપર - કચ્છઉદય : ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાયર્શ્રી દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રોજગારી અને સ્વ-રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડતા વિવિધ ટેકનિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ સત્ર-૨૦૨૬ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૩ જૂન નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત મુજબ ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયનમાં ૬૦, ફિટરમાં ૪૦, સોલાર ટેક્નિશિયનમાં ૬૦, કોપામાં ૭૨ અને હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરમાં ૭૨ બેઠકો ઉપલબ્ધ છે. તે જ રીતે, ધોરણ ૮ પાસ ઉમેદવારો માટે વાયરમેનમાં ૬૦, વેલ્ડરમાં ૨૦ અને મહિલાઓ માટે સુઇંગ ટેકનોલોજીમાં ૨૦ બેઠકો પર પ્રવેશ મેળવી શકાશે.
પ્રવેશ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમાં ધોરણ ૮, ૯ અને ૧૦ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જો ઉમેદવાર શારીરિક રીતે અશક્ત હોય કે માજી સૈનિકના આશ્રિત હોય તો તે અંગેના પ્રમાણપત્રો પણ સાથે લાવવાના રહેશે. જે ઉમેદવારો પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓ આઈ.ટી.આઈ. રાપર ખાતે સવારે ૯ઃ૩૦ થી સાંજના ૫ કલાક દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ શકે છે અથવા નિયત વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી નજીકની આઈટીઆઈ ખાતે જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે છે.
-----

Comments