Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા રિલોકેશનનો રોડ સાંકડો થઈ જતા લોકોને પડતી મુશ્કેલીઓ

15 May



ભુજ - કચ્છઉદય : શહેરના મુન્દ્રા રોડ રિલોકેશન સાઈડના પ્રથમ ગેટ પાસેની ૧૬૯ થી ૧૮૦ વાળી છેલ્લી લાઈન કે જે અરિહંતનગર બી-લાઈનને અડીને આવેલી છે. રિલોકેશન સાઈટ બન્યા બાદ અરિહંતનગર બી - લાઈનના મકાન ધારકોએ રિલોકેશન સાઈટ બાજુના રોડ ઉપર એમના બીજા ગેટ અને ખૂલ્લી જગ્યા પર દબાણ કરવાનું શરૂ કરેલ. આજે એવી પરિસ્થિતિ છે કે ૯ મીટરનો રોડ વાસ્તવમાં ૩ કે ૮ મીટરનો બની ગયો છે, જેથી રિલોકેશન સાઈટના રહેવાસીઓને પાણીનું ટેન્કર, એમ્બ્યુલન્સ કે રિક્ષા તથા લગ્ન પ્રસંગે મોટા વાહનો વિગેરે આ રોડ નાનો બની જતા આવી - જઈ શકતા નથી. આ માટે રિલોકેશન સાઈટના રહેવાસીઓએ ભાડા, નગરપાલિકા, કલેક્ટરને અરજીઓ આપી રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. તંત્ર યોગ્ય કરે તેવી રહેવાસીઓની લાગણી છે.
----------------

Comments

COMMENT / REPLY FROM