સાંસદ ડે- નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરરોજ રમાતી ર૪ રોમાંચક મેચો
ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ના ૧૨માં દિવસે મીરઝાપર અને જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છના સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ - મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે.
આ સાથે તા.૧૪/૫ના બારમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “ડીઆઈએલઆર ઇલેવન ભુજ”અને ”સિટી સર્વે ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ હતી, જેમાં ડીઆઈએલઆર ઇલેવન ભુજની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ “ડાન્સર ઇલેવન ભુજ”અને “બજરંગ ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ હતી, જેમાં ડાન્સર ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “રાણા ઇલેવન ભુજ અને “ભાડા ઇલેવન ભુજ ”વચ્ચે રમાઇ હતી, જેમાં રાણા ઇલેવન ટીમની જીત થઈ હતી. ચોથી મેચ “કુંભાર ઇલેવન ભુજ” અને “વણકર ઇલેવન ખંભરા વચ્ચે રમાઇ હતી, જેમાં કુંભાર ઇલેવન ભુજની જીત થઈ હતી. પાંચમી મેચ “પચ્છમ ઇલેવન ખાવડા” અને “ખત્રી ઇલેવન અંજાર” વચ્ચે રમાઇ હતી, જેમાં ખત્રી ઇલેવન અંજારની ટીમ વિજેતા થઈ હતી. જયારે છઠ્ઠી મેચ “રેન્ટો રાઈડર ઇલેવન ખાવડા” અને “દ્વારકેશ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ હતી, જેમાં “રેન્ટો રાઈડર ઇલેવન ખાવડા” ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
-----

Comments