રાપરના પ્રાગપર ચાર રસ્તા પાસે સ્વિફ્ટ કારની ટક્કરે યુવકને ગંભીર ઈજા : અકસ્માત સર્જી ચાલક ફરાર
રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્રાગપર ચાર રસ્તા પાસે પૂરઝડપે જતી એક સ્વિફ્ટ કારે રાહુલભાઈ નામના યુવકને જોરદાર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત ગત તારીખ ૨૮/૦૪/૨૦૨૬ના રોજ સાંજના સમયે સર્જાયો હતો, જેમાં સ્વિફ્ટ ગાડી નંબર ય્ત્ન-૧૨-છહ્લ-૦૩૬૫ ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી રાહુલભાઈને અડફેટે લીધા હતા. આ ટક્કરને કારણે યુવકને માથાના ભાગે હેમરેજ અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ભોગ બનનારના પિતા માદેવાભાઈ પાંચાભાઈ સોલંકીએ આ મામલે મોડી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના દીકરાની સારવાર ચાલુ હોવાથી અને અકસ્માત કરનાર પક્ષ સાથે સમાધાનની વાતચીત ચાલતી હોવાને કારણે પોલીસ મથકે પહોંચવામાં વિલંબ થયો હતો, પરંતુ અંતે સમાધાન ન થતા તેમણે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હાલમાં રાપર પોલીસે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ રાજેશસિંહ ભીખુસિંહ દ્વારા તપાસની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Comments