ભચાઉના જ્વેલર્સની દુકાનમાં કર્મચારી દ્વારા લાખોના દાગીનાની ચોરી : પોલીસ ફરિયાદ નોંધાઈ
ભચાઉ : ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરના ભવાનીપુર શેરી નંબર ૮ માં રહેતા અને મહારાણા પ્રતાપ ગેટ પાસે ’આસ્થા જ્વેલર્સ’ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા જીજ્ઞેશભાઈ લખમશીભાઈ સોનીએ પોતાની જ દુકાનમાં નોકરી કરતી યુવતી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગત એવી છે કે, ગત તારીખ ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ
બપોરના આશરે ૩ઃ૦૦ વાગ્યાના અરસામાં દુકાનમાં નોકરી કરતી શિકરા ગામની નિરાલીબેન અશોકભાઈ સાધુએ આસ્થા જ્વેલર્સમાંથી કિંમતી દાગીનાની ચોરી કરી હતી.આ ચોરીમાં આરોપી યુવતી આશરે ૩૮૦ ગ્રામ વજનની ચાંદીની સાંકળની જોડી (કિંમત રૂ. ૯૦,૦૦૦/-), આશરે ૨૭૦ ગ્રામ વજનની બીજી ચાંદીની સાંકળની જોડી (કિંમત રૂ. ૭૦,૦૦૦/-) અને આશરે ૦૮ ગ્રામ વજનની સોનાની વીંટી (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/-) એમ કુલ મળીને અંદાજે રૂ. ૨,૮૦,૦૦૦/- ની મતા ચોરી કરી
નાસી છૂટી હતી. આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ કેસની વધુ તપાસ પોલીસ સબ
ઇન્સ્પેક્ટર એ.એન. ગોહિલ ચલાવી રહ્યા છે.

Comments