મુંદરામાથી કરોડોના ડ્રગ્સકાંડમાં મોટા ભેદભરમ : સ્થાનિક નેટવર્ક-કસ્ટમના ભ્રષ્ટતત્વોને ઉઘાડા પાડો
મુન્દ્રાનો દરિયો અને નશાના મોજાં - ક્યાં સુધી?
મુન્દ્રામાં NCB અને કસ્ટમ વિભાગના મેગા દરોડા; ૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયાની ઘટના વખતે સુચક લાલબત્તી : મુન્દ્રામાં નાર્કોટીકસ ક્રાઈમ બ્યુરોની ટુકડીએ દોડીને આવવુ પડે, તે કસ્ટમ સહિત સ્થાનિકની તમામ એજન્સીઓ માટે કહેવાય લપડાક સમાન
કિંમત માત્ર આંકડા નથી, પણ યુવા પેઢીને બરબાદ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો એક ભાગ છે. : આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા માટે કહેવાય ખતરાની ઘંટડીરૂપ
ગાંધીધામ : કચ્છનો મુન્દ્રા દરિયાકિનારો ફરી એકવાર નશાના કાળા કારોબારને કારણે રાષ્ટ્રીય હેડલાઇન્સમાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રિક્ષામાં છુપાઈને પાર પાડવામાં આવેલું ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવું આ ઓપરેશન સફળ તો રહ્યું છે, પરંતુ તે
પાછળ જે સવાલો મૂકી ગયું છે તે દેશની સુરક્ષા અને વ્યવસ્થા સામે આંગળી ચીંધે છે. ૧૪૦ કિલો ડ્રગ્સ અને તેની ૫૦૦ કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત માત્ર આંકડા નથી, પણ યુવા
પેઢીને બરબાદ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો એક ભાગ છે.?સૌથી આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે, આ જથ્થો ‘ઊન’ની આયાતના ઓથા હેઠળ લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, દર મહિને આવા ૩૦૦ થી ૪૦૦ કન્ટેનરો આવતા હતા.
જો આ વાતમાં તથ્ય હોય, તો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી કેટલું ઝેર આપણા દેશની નસોમાં ઉતરી ચૂક્યું હશે? મુન્દ્રા પોર્ટ અગાઉ ૨૧,૦૦૦ કરોડના હેરોઈન કાંડથી ચર્ચામાં આવી ચૂક્યું છે, છતાં સિન્ડિકેટની હિંમત ઓછી થવાનું નામ નથી લેતી. ?સવાલ સ્થાનિક વ્યવસ્થા પર પણ છે. જ્યારે કેન્દ્રીય એજન્સીઓએ રિક્ષામાં
છુપાઈને આવવું પડે, ત્યારે સ્પષ્ટ સમજાય છે કે તેમને સ્થાનિક બાતમી લીક થવાનો અથવા સ્થાનિક તંત્રના કોઈ સ્તરે મિલીભગત હોવાનો ડર હતો. કસ્ટમ વિભાગના કેટલાક જવાબદારોની ભૂમિકા જો શંકાના દાયરામાં હોય, તો તે અત્યંત ગંભીર બાબત છે. આયાત-નિકાસના દસ્તાવેજોની ચકાસણીમાં ક્યાં ખામી રહી ગઈ કે ‘ઊન’ના નામે ડ્રગ્સના કન્ટેનરો પસાર થતા રહ્યા?મુન્દ્રા માત્ર એક
પોર્ટ નથી, તે ભારતનું પ્રવેશદ્વાર છે. જો આ પ્રવેશદ્વાર પર જ સુરક્ષા છિદ્રાળુ સાબિત થાય, તો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાની ઘંટડી છે. માત્ર જથ્થો
પકડી લેવો પૂરતો નથી; આ કૌભાંડના મૂળ સુધી
પહોંચવું જરૂરી છે. તે ‘સફેદ કોલર’ આયાતકારો કોણ છે? આ સિન્ડિકેટના આંતરરાષ્ટ્રીય આકાઓ કોણ છે? અને સૌથી મહત્ત્વનું, સ્થાનિક સ્તરે તેમને કોનું રક્ષણ મળી રહ્યું છે? હવે સમય આવી ગયો છે કે તપાસ એજન્સીઓ માત્ર માછલીઓ પકડવાને બદલે મગરમચ્છો પર સકંજો કસે. જો કસ્ટમ અને પોર્ટ સિક્યુરિટીમાં રહેલા છીંડાં પૂરવામાં નહીં આવે, તો મુન્દ્રાનો આ દરિયો નશાના કાળા કારોબારનું કાયમી સરનામું બની જશે.
........................
તપાસના દાયરામાં ઊઠતા સવાલો...
ગાંધીધામ : તંત્રની આખ આડા કાન? દર મહિને ૩૦૦ થી ૪૦૦ કન્ટેનરો ‘ઊન’ના નામે આવતા હોવાની ચર્ચા છે, તો અત્યાર સુધી કસ્ટમ વિભાગનું ધ્યાન કેમ ન ગયું? ગુપ્ત ઓપરેશનનો સંકેતઃ દ્ગઝ્રમ્ની ટીમે રિક્ષામાં છુપાઈને આવવું પડ્યું, શું એનો અર્થ એ છે કે સ્થાનિક સ્તરે બાતમી લીક થવાનો ડર હતો? અસલી ‘માસ્ટરમાઈન્ડ’ કોણ? મુન્દ્રાનો એ સ્થાનિક આયાતકાર કોણ છે જે આટલા મોટા પાયે નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો? કરોડોનું નેટવર્કઃ ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું એ તો માત્ર એક ખેપ છે, પણ અગાઉ આવા કેટલા કન્ટેનરો સુરક્ષા એજન્સીઓની નજર બહાર નીકળી ગયા હશે? મિલીભગતની આશંકાઃ શું કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓની રહેમનજર હેઠળ આ સિન્ડિકેટ ફૂલીફાલી રહી છે? સુરક્ષામાં છીંડાંઃ ૨૧,૦૦૦ કરોડના હેરોઈન કાંડ પછી પણ મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ કેમ બની રહ્યું છે? નશાનું સરનામું કયું? આટલો મોટો જથ્થો ભારતના કયા શહેરોમાં સપ્લાય થવાનો હતો અને આ નેટવર્કના છેડા કયા કયા રાજ્ય સુધી જોડાયેલા છે?
.........................
- તો રેલો મુંદરાથી આદિપુર-ગાંધીધામ-અમદાવાદ-પંજાબ-દિલ્હી અને બિહાર સુધી લંબાઈ શકે?
કરોડોના ડ્રગ્સ મંગાવવા પાછળ ફાયનાન્સર કોણ છે? દિલ્હીનો કે બિહારનો છે? ૧૦૦ કરોડનું રોકાણ કોણે કર્યુ છે?
કસ્ટમના અમદાવાદથી મુંદરામાં મુકાયેલા કયા ભ્રષ્ટ તત્વનો છે દોરીસંચાર? ગાંધીધામના કયા વેપારીનું મુંદરાભાગબટાઈમાં છે વેરહાઉસ? કોણ કોણ તેની સાથે ધરાવી રહ્યા છે ભાગીદારી?
ગાંધીધામ : મુંદરામાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાની વાત છે અને તેમાં સ્થાનિક આયાતકારની વાત અવે છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ કેસમાં એનસીબીની ટીમ કડક બનશે તો રેલો મુંદરાથી, આદિપુર-ગાંધીધામ-કંડલા- અમદાવાદ, પંજાબ-દિલ્હી-બીહાર સુધી લંબાઈ શકે તેમ મનાય છે. આ કરોડોનો ડ્રગ્સ આયાતકારે જ મંગાવ્યો છે કે, રોકાણકાર દિલ્હી-બિહારનો છે? શુ આ બધો જ માલ પંજાબ તરફ જતો હતો?
.......................................
મુંદરા-આદિપુર-ગાંધીધામનો કયો આયાતકાર
છે માસ્ટરમાઈન્ડ? તેના નેટવર્કમાં કોણ કોણ છે?
ગાંધીધામ : મુન્દ્રા-આદિપુર-ગાંધીધામનો કયો આયાતકાર આ જથ્થો મંગાવતો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે? આટલા મોટા પાયે આયાત થતા કન્ટેનરોમાં નશીલો પદાર્થ કેવી રીતે ઘૂસી ગયો? આ મામલે સ્થાનિક કસ્ટમ જવાબદારોની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે.
......................
મોડસ ઓપરેન્ડી
ગાંધીધામ : પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ નશીલો જથ્થો ‘ઊન’ ની આયાતના ઓથા હેઠળ છુપાવીને લાવવામાં આવ્યો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દર મહિને આવા ૩૦૦ થી ૪૦૦ કન્ટેનરો ઊનના નામે મુન્દ્રા પોર્ટ પર આવતા હતા. તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અગાઉ આવા કેટલા કન્ટેનરો આ રીતે નિકળી ગયા હશે અને આ સિન્ડિકેટનું નેટવર્ક કેટલું ઊંડું છે.
.......................
ગાંધીધામ ડીઆરઆઈ કેમ ઉંઘતી ઝડપાઈ?
ગાંધીધામ : મુંદરામાં ૧૪૦ કીલ્લોથી વધુનુ ડ્રગ્સ ઝડપાવવા પામી ગયુ છે અને તે એનસીબીએ પકડયુ છે ત્યારે અહી સવાલ એ થાય છે કે, ગાંધીધામમા ડીઆરઆઈ જેવી એજન્સી સેવારત છે. અહી અધિકારીગણ તથા સ્ટાફ પણ મુકાયેલો છે તો મુંદરામાં આટલા મોટા ડ્રગ્સના કન્સાઈનેમેન્ટને લઈને તેઓ કેમં અંધારામા રહી ગયા છે? ગાંધીધામ ડીઆરઆઈને શા માટે આવા કારનામાઓની ગંધ શુદ્ધા નથી આવતી?
.......................
ઓપરેશનની ખાસિયતઃ
ગાંધીધામ : તપાસ એજન્સીઓએ આ ઓપરેશન એટલી ગુપ્ત રીતે પાર પાડ્યું હતું કે સ્થાનિક સ્તરે કોઈને ગંધ સુધ્ધાં આવી નહોતી. એનસીબીની ટીમ કોઈ સરકારી ગાડીઓને બદલે રિક્ષામાં છુપાઈને નિર્ધારિત સ્થળે પહોંચી હતી અને અચાનક દરોડો પાડી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

Comments