રવાપરમાં શોર્ટ સર્કિટના કારણે દલિત વિસ્તારમાં આગ લાગતા દોડધામ
તંત્રના સહયોગથી આગ પર મેળવ્યો કાબૂ : જીએમડીસીએ તરત ફાયર ફાઈટર મોકલતા રહેણાક વિસ્તારને નુકશાન થતાં બચાવાયું : અશ્વિન રૂપારેલ
નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના રવાપર ગામે દલિત વિસ્તારમાં વાછરા દાદા મંદિર પાસે અચાનક પવનના કારણે વીજતંત્રના વાયરો એકબીજાને અડી જતાં શોર્ટ સર્કિંટના પગલે આગ લાગી હતી. ઝાડીમાં આગ લાગતા બાજુમાં રહેતા શામજી લોચા, જીવરાજ મહેશ્વરી સહિત કોલી વિસ્તારના યુવાનો, મહિલાઓએ આગ બુઝાવવા અને જિલ્લા પંચાયત પ્રતિનિધિ તા.પં. સભ્ય અશ્વિન રૂપારેલ અને પરેશ રૂપારેલને જાણ કરતા તરત જ ઘટના સ્થળે પહોંચી મામલતદાર રાકેશ પટેલને ઘટનાની જાણ કરાઈ હતી. માતાનામઢ લિગ્નાઈટ પ્રોજેકટના શ્રી ઝા અને સ્ટાફને જાણ થતાં વિના વિલંબે તાત્કાલિક ફાયર ફાઈટર આવતા ઘટના સ્થળે આગને જીએમડીસી સ્ટાફ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. આ વિસ્તારમાં પાણીની તંત્ર હોઈ આગ બુઝાવવા માટે સ્થાનિકોને મુશ્કેલી પડી હતી. રહેણાક વિસ્તારને આગની ઝપેટમાં લે તે પૂર્વે તંત્રના સહકારથી આગ કાબુમાં આવી હતી. સહકાર બદલ પરેશ રૂપારેલે જીએમડીસી અને તંત્રનો આભાર માન્યો હતો.
-------

Comments