સાંસદ ડે- નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૧માં દિવસે ૨૪ ટીમોએ ભાગ લીધો
ભુજ - કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -૪ના ૧૧માં દિવસે મીરઝાપર અને જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે.
સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ, મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. અગિયારમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ એરફોર્સ વોરિયર્સ ભુજ અને દોસ્તી ઇલેવન લોહારિયા વચ્ચે રમાઇ હતી, બીજી મેચ જુનિયર ફાઇટર ભુજ અને પત્રકાર બી ઇલેવન ભુજ વચ્ચે રમાઇ, ત્રીજી મેચ હરસિધ્ધિ માં ઇલેવન ઝુરા અને નાઈટ ઇગલ ઇલેવન વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ જિયાશ ઇલેવન ઝુરા અને આશાપુરા ઇલેવન રામાણીયા વચ્ચે રમાઇ, પાંચમી મેચ ડીસી હોમગાર્ડ ઇલેવન ભુજ અને ગોપાલબાપા ઇલેવન વેશલપર વચ્ચે રમાઇ, છઠ્ઠી મેચ હોમગાર્ડ ઇલેવન ભુજ અને ફોરેસ્ટ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
-----

Comments