જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા એક જ દિવસ ૧૧ શાળાઓને જમીન સોપાઈ
૧૦૫ જેટલાં રમત ગમતનાં મેદાનો પણ નીમ કરવાનો સ્તુત્ય નિર્ણય
ભુજ - કચ્છઉદય : કચ્છ કલેકટર આનંદ પટેલ દ્વારા એક જ દિવસમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ૧૧ જમીન તેમજ અગાઉ ૧૧ એમ કુલ ૨૨ જમીન શિક્ષણ હેતુ માટે ફાળવી ઉમદા વહીવટનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. શાળાનાં મકાનો બનતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે. બાકી રહેલી જમીનો માટે પણ તેઓનો અભિગમ ખૂબ જ હકારાત્મક રહ્યો છે. તાજેતરમાં જ તેમની બદલી રાજ્યના શિક્ષણ વિભાગમાં શાળાઓની કચેરી, ગાંધીનગર ખાતે નિયામક તરીકે થતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે શુભકામના તેમજ અભિનંદન પાઠવ્યાં હતાં. આનંદ પટેલ રાજ્ય કક્ષાએ નિયુક્ત થઇ રહ્યા છે અને ખુદ શિક્ષણનો જીવ હોઈ વહીવટમાં પારદર્શિતા તેમનો મૂળ મંત્ર રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લાને એમના અનુભવનો બહોળો લાભ મળશે.
ગત વર્ષે કચ્છ મહિલા વિકાસ સંગઠન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આર.ડી. વારસાણી વિદ્યાલય ભુજ ખાતેથી ૫૦૦ દીકરીઓને ‘વિદ્યાનંદની’ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણમાં પ્રવેશ અપાવેલ જેમાંથી એસ.એસ.સી. અને એચએસસીમાં ૩૯૯ કન્યાઓ ઉત્તીર્ણ થતાં કન્યા કેળવણીના હેતુ સાર્થક થયો છે. ગામનાં બાળકો ગામમાં જ રમત ગમતનો લાભ મેળવી શારીરિક જાળવી શકે તેમજ વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર થઇ શકે તે માટે વિક્રમજનક કહી શકાય તેટલાં ૧૦૫ મેદાનોને ૯ તાલુકામાં નીમ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ પણ જિલ્લા શિક્ષણાધિકારીએ કલેકટર આનંદ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
-----
ઉપરની મેટરમાં બોક્સ
હેડીંગ :
જમીન માટે હુકમ થયેલ શાળાઓની યાદી
• સરકારી માધ્યમિક શાળા મેઘપર (બો) તા. અંજાર
• સરકારી માધ્યમિક શાળા મોડવદર, તા. અંજાર
• સરકારી માધ્યમિક શાળા બાંડિયા, તા. અબડાસા
• સરકારી માધ્યમિક શાળા અમરાપર, તા. ભચાઉ
• સરકારી માધ્યમિક શાળા ભુજોડી, તા. ભુજ
• સરકારી માધ્યમિક શાળા વાંઢ તા. માંડવી
• સરકારી માધ્યમિક શાળા વડાલા તા. મુન્દ્રા
• સરકારી માધ્યમિક શાળા ફુલરા તા. લખપત
• સરકારી માધ્યમિક શાળા પીપર તા. લખપત
• સરકારી માધ્યમિક શાળા લુણી તા. મુન્દ્રા
• સરકારી માધ્યમિક શાળા બંધડી, તા. ભચાઉ
------

Comments